BREAKING NEWS

ઝેરી દારૂની ઘટનાને લઈને શહેર કોંગ્રેસ દ્રારા કલેકટર અને ડીસીપીને આવેદન પત્ર

  • August 21, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં ગુજરાત રાયમાં ઝેરી દા પીવાથી અનેક નિર્દેાષ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અત્યતં દુ:ખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. રાયમાં દાબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર રીતે દાનું વેચાણ અને હેરફેર થતી હોવાની હકીકત આ ઘટનાએ ઉજાગર કરી છે.
આ ગંભીર મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ જિલ્લ ા કલેકટર રાજકોટને આવેદનપત્ર પાઠવી ઝેરી દાની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દાના વેપારને પ્રોત્સાહન આપતા તત્વો અને જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેમજ રાયભરમાં દાના અડ્ડાઓ સામે વિશેષ અભિયાન ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર દાના વેપાર અને બૂટલેગરોની પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર રાજકોટને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર દાના અડ્ડાઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવા, દાના વેપાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા તેમજ શહેરને નશામુકત બનાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
શહેરની પ્રજાને સુરક્ષિત વાતાવરણ મળે અને કાયદાનો ભય જળવાઈ રહે તે માટે પોલીસ તત્રં દ્રારા વધુ અસરકારક અને કડક પગલાં લેવાની તાતી જરિયાત છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રજાના જીવન અને સુરક્ષાના પ્રશ્ને મૌન નહીં રહે. રાયમાં અને રાજકોટમાં ગેરકાયદેસર દાના વેપારને નાથવા તંત્રે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવી જરી છે તેમજ કાયદો વ્યવસ્થા સુધારવાની ખાસ જર છે.આજ ના આ કાર્યક્રમ માં ડો.રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી ,ગાયત્રીબા વાઘેલા ,અતુલ રાજાણી ,સંજય અજુડીયા વગેરે કાર્યકરો જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News