BREAKING NEWS

રાજકોટમાં લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક રહેતું ન હતું, માવતરે ગયા બાદ પ્રેગનેન્ટ થઇ ગઇ કહી પતિએ પત્નીને માર માર્યો

  • October 07, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક રહેતું ન હતું અને માવતરના ઘરે ત્રણ મહિના ગઇ અને તું પ્રેટનેન્ટ થઇ ગઇ, આ બાળક મારૂ નથી કહી પરિણીતાને પતિ સહિતના સાસરીયાએ ઢોર મારમાર્યો હતો. બાદમાં તેને રૈયાધાર પાસે ઇજાગ્રસ્ત હાલતમાં છોડી ગયા હતાં. જે અંગે પરિણીતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હુડકો ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરણીતાએ પતિ,સાસુ-સસરા અને નણંદ સહિતના વિરુદ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ તેના પિતાના ઘરે રહે છે. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા હુડકો ચોકડી પાસે રહેતા યુવાન સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય જેથી ત્રણેક મહિના પહેલા પરિણીતા માવતરના ઘરે રિસામણે આવી ગઈ હતી. ત્યારબાદ તા. 24-9 ના પતિ અહીં આવ્યો હતો અને કહ્યું હતું કે, તું હવે ઘરે પાછી આવી જા આપણા વચ્ચે હવે બોલાચાલી ઝઘડો નહીં થાય જેથી પરિણીતા પરત પતિ સાથે સાસરિયામાં ગઈ હતી.

પત્નીએ રાત્રીના પતિને કહ્યું હતું કે, હું પ્રેગનેટ છું જેથી પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, આપણા લગ્ન થયા એના ત્રણેક વર્ષ થયા તેમ છતાં તું પ્રેગનેટ થતી ન હતી અને ત્રણ મહિના તારા માતા-પિતાના ઘરે રહેવા માટે ગઈ અને પ્રેગનેટ થઈ ગઈ? આ બાળક મારું નથી કોનું છે? તેમ કહી બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી અવાજ આવતા સાસુ સસરા તથા નણંદ આવી ગયા હતા અને પતિએ કહ્યું હતું કે આ પ્રેગનેટ છે અને તે મારું બાળક નથી. આ સાંભળી સાસુ-સસરા, નણંદ બોલાચાલી અને ઝઘડો કરવા લાગ્યા હતા.

બાદમાં સાસુએ પુત્રવધુના વાળ પકડી નણંદે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમ જ સસરા પગ પર પાટા મારતા હતા. જેથી પરિણીતા નીચે પડી ગઈ હતી. બાદમાં પતિ, સાસુ-સસરા અને નણંદ રીક્ષામાં બેસાડી રૈયાધાર પાસે આવેલા પાણીના ટાંકા પાસે ઉતારી ગયા હતા. ત્યારબાદ પરિણીતાના માતાને કોઈએ જાણ કરતા તેની માતા અહીં આવી પહોંચી હતી અને દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પતિને પ્રેગનેટ હોવાની વાત કરતા પતિએ શંકા કરી કહ્યું હતું કે, ત્રણ વર્ષ થયા લગ્નના તેમ છતાં બાળક રહેતું ન હતું અને તું તારા માતા-પિતાના ઘરે ત્રણ મહિના રહેવા ગઈ અને પ્રેગનેટ થઈ ગઈ આ બાળક મારૂ નથી કોનું છે? તેમ કહી પતિ સહિતના સાસરિયાંઓએ માર મારતા તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News