રાજકોટના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં તોડફોડ, પોલીસ કાફલો દોડી ગયો
રાજકોટના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં તોડફોડ, પોલીસ કાફલો દોડી ગયો
November 19, 2025 01:55 PM
રાજકોટના ભગવતીપરામાં બે જૂથ વચ્ચે અથડામણ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અથડામણમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના તથા વાહનોમાં તોડફોડ કરાઈ હોવાના અહેવાલ છે. આ ઘટનાને પગલે શહેરમાં ફરી ગેંગવોર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે.
લોકોમાં નાસભાગ મચી હતી
મળતી માહિતી મુજબ, ભગવતીપરામાં બે જૂથ વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી. બાદમાં સશસ્ત્ર અથડામણ શરૂ થઈ હતી. આથી લોકોમાં નાસભાગ મચી હતી. એક રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. બે જૂથ વચ્ચે માથાકૂટ કેમ થઈ તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.