BREAKING NEWS

અમદાવાદમાં સેપ્ટ મંડળી ગરબામાં યુવકો અને બાઉન્સરો વચ્ચે ધોકા-તલવારો ઉડી

  • October 19, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ નજીક સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા પ્રખ્યાત ‘સેપ્ટ મંડળી’ ગરબા મહોત્સવમાં ગેટ પર પ્રવેશ બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસની ઉપસ્થિતિ વચ્ચે લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે ખુલ્લેઆમ મારામારી થતાં સમગ્ર ગરબા પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક જૂથ અથડામણના લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાઇરલ થઈ ગયા હતા, જેના કારણે હજારો ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.   

પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક યુવકો ગરબા ગ્રાઉન્ડમાં પાસ વગર ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગેટ પર તૈનાત સિક્યુરિટી સ્ટાફે તેમને અટકાવતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ઉત્સાહ અને રોષ વચ્ચે વાત એટલી હદે વણસી કે બહાર લગાવેલા બેરિકેડિંગની પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા સિક્યુરિટી ગાર્ડ્સ અને યુવાનો લાકડીઓ તથા ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે ઉગ્ર હુમલા શરૂ કરી દીધા હતા.   

'સેપ્ટ મંડળી' ગરબામાં મોંઘા ભાવના પાસ ખરીદીને પોતાના પરિવાર અને મિત્રો સાથે ગરબે રમવા આવેલા હજારો નિર્દોષ ખેલૈયાઓ આ અચાનક થયેલી બબાલને કારણે ફસાઈ ગયા હતા. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે જ ખુલ્લી તલવારો લહેરાતી અને આતંક મચતો જોઈને ત્યાં ઉપસ્થિત મહિલાઓ, યુવતીઓ અને નાના બાળકો ભારે ગભરાઈ ગયા હતા. આ હિંસક ઘટનાને પગલે થોડા સમય માટે સમગ્ર ગરબા પરિસરમાં ભય અને તણાવપૂર્ણ માહોલ છવાઈ ગયો હતો. એક તરફ ભવ્ય આયોજનના દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ ખેલૈયાઓની પાયાની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.   





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application