કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતિક સમાન સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર બહાર આજે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. એક મહિલા શ્રદ્ધાળુ અને મહિલા પોલીસ વચ્ચે તું તું..મેં...મેં... થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં ઝપાઝપી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ટ્રાફિકના પ્રશ્નને લઈ બોલાચાલી થઈ
મળતી માહિતી મુજબ, સાળંગપુર હનુમાનજી મંદિરના મુખ્ય ગેટ સામે ગઈકાલે મંગળવારે મહિલા યાત્રાળુ અને મહિલા GRD વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રાફિકના પ્રશ્નને લઈને બોલાચાલી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ટોળું એકત્ર થયું
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, યાત્રાળુ મહિલા અને મહિલા GRD વચ્ચે ઝપાઝપી થાય છે. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં લોકોનું ટોળું એકઠું થઈ જાય છે.