BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલાવડ સીમાણી સ્કીમના રૂ.૩.૪૭ કરોડના ખર્ચે થનાર રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહુર્ત કરાયું

  • October 27, 2026 09:47 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાલાવડ સીમાણી સ્કીમના રૂ.૩.૪૭ કરોડના ખર્ચે થનાર રીસ્ટોરેશન કાર્યનું ખાતમુહુર્ત કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલ કાલાવડ સીમાણી રીક્લેમેશન સ્કીમના રીસ્ટોરેશન વર્કનું વિધિવત  ખાતમુહુર્ત રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા અને ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના કાલાવડ સીમાણી ગામ નજીક રૂ.૩.૪૭ કરોડના ખર્ચે થનાર કાલાવડ સીમાણી સ્કીમના રીસ્ટોરેશન કરવામાં આવશે. 

કાલાવડ સીમાણી ગામે આવેલ રિક્લેમેશન સ્કીમ રીપેરીંગ કરવાથી  દરિયાની ખારાશ આગળ વધતી અટકાવી શકાશે ઉપરાંત  કાલાવડ સીમાણી, આથમણા બારા, વચલાબારા, ઉગમણા બારા, દખણાદા બારા,ચુડેશ્વર  ગામોના ૦૫ હજારથી વધુ ખેડૂતો, પશુપાલકોને પરોક્ષ રીતે મીઠા પાણીનો લાભ થશે અને જમીનની ખારાશ દુર થતા બિનઉપજાઉ જમીન સુધારતા ખેડૂતો ખેતી કરી શકાશે. વધુમાં સિંચાઈ વિસ્તાર વધવાથી સ્થાનિક ખેડૂતો, મજુરો અને પશુપાલકોઓની આવકમાં વધારો થશે. ઉપરાંત, મીઠા પાણીનું સરોવરનું નિર્માણ થતા વન્ય પ્રાણી-પક્ષીઓને અને જંગલ વિસ્તારને પણ ફાયદો થશે.

આ તકે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, અગ્રણી પી.એસ.જાડેજા તથા અન્ય આગેવાનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News