BREAKING NEWS

મોરબીના સિરામિક, પેપરમિલ ઉધોગ પર સંકટના વાદળો: સ્થાનિક બજારની માંગમાં ૨૫%નો ઘટાડો

  • September 25, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનને વૈશ્વિક સ્તરે સખત ટક્કર આપનાર ગુજરાતનું મોરબી શહેર આજે ફરી એકવાર એક ગંભીર અને મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા–યુક્રેન યુદ્ધની અસરોમાંથી માંડ માંડ બહાર આવી રહેલા સિરામિક અને પેપરમિલ ઉધોગ સામે હવે ઇરાન–અમેરિકા યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિના કારણે નવી નવી આર્થિક અને વ્યાપારિક પડકારો ઉભા થયા છે. ગેસની કિંમતોમાં અસહ્ય વધારો, માલ મોકલવા માટે કન્ટેનરની ભારે અછત અને કાચા માલની મોંઘવારીને કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો નોંધાયો છે. આ તમામ પરિબળોની સાથેસાથે ઘરેલુ બજારમાં માંગ ઘટવા અને નિકાસ પ્રભાવિત થવાથી ઉધોગપતિઓની ચિંતામાં મોટો વધારો થયો છે.
સિરામિક ઉધોગમાં કુદરતી ગેસ અને પ્રોપેન ગેસ એ ઉત્પાદન માટેની સૌથી મુખ્ય જરિયાત છે. આશ્ચર્યજનક બાબત એ છે કે યુદ્ધ શ થયા પહેલા જે કુદરતી ગેસની કિંમત આશરે ૪૨ પિયા પ્રતિ કયુબિક મીટર હતી, તે વધીને જુલાઈ મહિનામાં ૭૭ પિયા, ઓગસ્ટમાં ૮૯ પિયા અને હવે સપ્ટેમ્બર મહિનામાં સીધી આશરે ૯૮ પિયા પ્રતિ કયુબિક મીટર સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત પ્રોપેન ગેસ પણ ૫૬ પિયા પ્રતિ કિલોથી વધીને અંદાજે ૯૮ પિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ગેસની અટકતી અને પ્રભાવિત થતી આપૂર્તિના કારણે મોરબીની ઘણી ફેકટરીઓમાં તો અમુક સમય માટે ઉત્પાદન સંપૂર્ણપણે બધં રાખવું પડું હતું.
યુદ્ધ અને મોંઘવારીના કારણે ઘરેલુ બજારમાં સિરેમિક ઉત્પાદનોની માંગમાં અંદાજે પચ્ચીસ ટકા જેટલો મોટો ઘટાડો થયો હોવાનું ઉધોગ સાથે જોડાયેલા લોકો જણાવી રહ્યા છે. બીજી તરફ, સંપૂર્ણપણે નિકાસ પર નિર્ભર રહેતી કેટલીક કંપનીઓ પણ બજારની અનિશ્ચિત સ્થિતિને જોતાં પોતાનું ઉત્પાદન બધં કરવા મજબૂર બની છે. આર્થિક સંકડામણ અને મોંઘવારીના
બેવડા મારથી ઉધોગકારો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
સિરામિક ઉધોગની આ મંદીની સીધી અને નકારાત્મક અસર હવે પેપરમિલ ઉધોગ પર પણ સ્પષ્ટ્રપણે જોવા મળી રહી છે. પેપરમિલ એસોસિએશનના અધ્યક્ષ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, વેસ્ટ પેપરની કિંમત ૧૮ પિયાથી વધીને હવે સીધી ૨૪ પિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાથી આયાત થતા કોયલાની કિંમતમાં પણ ૨૦૦૦ પિયાથી વધુનો જંગી વધારો થયો છે. આ વધેલી લાગત અને સિરામિક ઉધોગમાં માંગ ઘટવાને કારણે પેપરમિલનું એકસપોર્ટ પણ ભારે પ્રભાવિત થયું છે. નિષ્ણાતોએ આશંકા વ્યકત કરી છે કે જો સમયસર પરિસ્થિતિ નહીં સુધરે, તો આગામી સમયમાં પેપરમિલ અને પેકેજિંગ ઉધોગને પણ ખૂબ મોટું નુકસાન વેઠવું પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application