શાહિદની સાથે 'કોકટેલ 2'માં રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. એવામાં હવે 'કોકટેલ 2' સામે અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' પછી આલિયા ભટ્ટ અને શરવરી વાઘની 'આલ્ફા' મુશ્કેલી બનીને ઉભી છે. બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'કોકટેલ 2'ને લઈને ચર્ચામાં છે. 'કોકટેલ 2'ની રિલીઝની દર્શકો લાંબા સમયથી રાહ જોઈરહ્યા હતા. 'કોકટેલ 2' 19 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. શાહિદે ફરી એકવાર આ ફિલ્મમાં પોતાની એક્ટિંગથી દરેકનું દિલ જીતીલીધું છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે. તેમની સાથે 'કોકટેલ 2'માં રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની જોડી ખૂબ પસંદ કરવામાં આવી રહીછે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ સારી કમાણી કરી રહી છે. એવામાં હવે 'કોકટેલ 2'ની સામે અક્ષય કુમારની 'વેલકમ ટુ ધ જંગલ' પછી આલિયા ભટ્ટ અને શરવરી વાઘની 'આલ્ફા' મુશ્કેલી બનીને ઉભી છે. આ ફિલ્મોએ બધી રમત બગાડી દીધી છે. ખેર, 'કોકટેલ 2'ની વાતકરીએ તો તેને રિલીઝ થયાને આજે 17 દિવસ થઈ ગયા છે. ત્યારે હવે તેના રવિવારના આંકડા સામે આવી ચૂક્યા છે.કોકટેલ 2' એ ઓપનિંગ ડે પર 13.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારે હવે તેના રવિવારના કલેક્શન સામે આવી ગયા છે. ફિલ્મે 17મા દિવસે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ 'કોકટેલ 2' નું અત્યાર સુધીનું કુલ કલેક્શન ભારતમાં 92.55 કરોડ રૂપિયા થઈ ગયું છે.શાહિદ કપૂરની 'કોકટેલ 2' નો રિલીઝની સાથે જ વરુણ ધવનની 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ', કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા', દિલજીત દોસાંજની 'મેં વાપસ આઉંગા' અને 'હોન્ટેડ 3D ઇકોઝ ઓફ ધ પાસ્ટ' સામે મુકાબલો થયો છે. બીજી તરફ, અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પછી હવે આલિયા ભટ્ટ અને શરવરી વાઘની ફિલ્મ 'આલ્ફા' પણ આવી ગઈ છે. આ બધાની વચ્ચે જોરદાર કોમ્પિટિશન જોવા મળી રહી છે.જણાવી દઈએ કે વર્ષ 2012માં આવેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'કોકટેલ', શાહિદ કપૂરની 'કોકટેલ 2' નો પહેલો ભાગ છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, ડાયના પેન્ટી, દીપિકા પાદુકોણ, ડિમ્પલ કપાડિયા, બોમન ઈરાની, રણદીપ હુડ્ડા જેવા સ્ટાર્સ હતા. પહેલા ભાગને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને 'કોકટેલ' ફિલ્મ હિટ રહી હતી. મૂવીમાં સૈફ, દીપિકા અને ડાયનાની કેમિસ્ટ્રી સુપરહિટ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application