લઘુતમ અને મહત્તમ તાપમાનના પ્રમાણમાં ઘટાડાનો છેલ્લા બે દિવસથી શરૂ થયેલો સીલસીલો આજે પણ આગળ વધ્યો છે. આજે પણ સામાન્યથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. તાપમાનમાં ઘટાડાની સાથોસાથ પૂર્વ દિશામાંથી ફુકાઈ રહેલા ઠંડા પવનના કારણે ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું જુનાગઢ શહેરમાં 12.5 અને ભવનાથ તળેટીમાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% નોંધાયું હતું.
આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. આજે સવારે નલિયા અને ભુજમાં અનુક્રમે 90 અને 91% ભેજ નોંધાયો છે અને આ બંને શહેરોમાં ધુમ્મસ પણ જોવા મળી હતી. ભુજમાં આજે એક સાથે ત્રણ ડિગ્રી તાપમાન ઘટી ગયું છે. ગઈકાલે ભુજમાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી હતું તે આજે ઘટીને 14.9 ડિગ્રી થઈ ગયું છે઼ રાજકોટમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે 15.2 અને આજે 14.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વડોદરામાં આજનું લઘુતમ તાપમાન 12.6 અમદાવાદમાં 15.5 ડીસામાં 14.8 કંડલામાં 17.5 ડિગ્રી રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુ લઘુતમ તાપમાનમાં અને મહત્તમ તાપમાનમાં ઘટાડો ચાલુ જ રહેશે અને આગામી બે થી ત્રણ દિવસમાં જ વધુ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી જશે. જોકે અત્યારે કાશ્મીરમાં અને હિમાલયન રીજીયનમાં જોરદાર હિમવર્ષા થઈ રહી છે. ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર પૂરી થાય તે પહેલા જ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ 27 ના ઉદભવશે અને તેના કારણે ઠંડીનો દોર ચાલુ જ રહે તેવું લાગે છે. દરમિયાનમાં અત્યારે પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી ચંદીગઢ બિહાર સહિતના દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application