દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલશે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાનાં અધ્યક્ષસ્થાને આજરોજ "પોષણ શપથ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે. બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ લીધા હતા.
પોષણ પખવાડા- ૨૦૨૫માં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત બાળ તુલા, ગૃહ મુલાકાત, મમતા દિવસ, સ્વચ્છતા જાગૃતિ, મેદસ્વિતા અંગે જાગૃતિ, વૃક્ષારોપણ, મિલેટ અંગે જાણકારી વાનગી નિદર્શન આ ઉપરાંત પોષ્ટિક આહાર, તંદુરસ્ત આહાર પ્રથાઓ, વરસાદી પાણી સંગ્રહ વગેરે અંગે સેશન યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech