BREAKING NEWS

અમારી સાથે આવો, ટીએમસીના બળવાખોર જૂથની મમતાને ઓફર

  • June 23, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો મમતા બેનર્જી ઈચ્છે તો તે બળવાખોર જૂથના મુખ્ય સલાહકાર બની શકે: બળવાખોર જૂથના નેતા ઋતાબ્રત બેનર્જી

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ, રાયનું રાજકારણ હેડલાઇન્સમાં રહ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના વીસ સાંસદોએ બળવો કર્યેા અને એક અલગ જૂથ બનાવ્યું, જે પક્ષમાં ચાલી રહેલા આંતરિક અશાંતિને ઉજાગર કરે છે. દરમિયાન, સોમવારે, બળવાખોર જૂથના નેતા ઋતાબ્રત બેનર્જીએ મમતા બેનજીર્ને ઓફર કરી. તેમણે કહ્યું કે જો મમતા બેનર્જી ઈચ્છે તો તે બળવાખોર જૂથના મુખ્ય સલાહકાર બની શકે છે અને તેઓ તેમનું સ્વાગત કરશે.
ઋતાબ્રત બેનજીનુ આ નિવેદન સોમવારે બળવાખોર જૂથે પોતાને વાસ્તવિક ટીએમસી જાહેર કર્યા પછી આવ્યું, મમતા બેનજીર્ને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા અને અભિષેક બેનજીર્ને સસ્પેન્ડ કરી દીધા, જે મમતા બેનર્જી માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.
કોલકાતામાં બળવાખોર ટીએમસી નેતાઓના ખાસ સત્ર પછી, ઋતાબ્રત બેનર્જીએ વધતા આંતરિક બળવો છતાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે સમાધાનકારી વલણ અપનાવ્યું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે જો મમતા બેનર્જી મુખ્ય સલાહકાર બનવા માંગે છે, તો તેમનું ખૂબ સ્વાગત છે. આ સત્ર મમતા બેનર્જી પાસેથી પાર્ટીનું નિયંત્રણ છીનવી લેવાના પ્રયાસો વચ્ચે બોલાવવામાં આવ્યું હતું.
બળવાખોર જૂથે ધારાસભ્ય અપ રોયને ઔપચારિક રીતે નવા પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટા, જે ટીએમસીમાં મમતા બેનજીર્ના અધિકાર માટે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. ઋતાબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે રોયને ખાસ સત્રમાં સર્વસંમતિથી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ મંત્રી અપ બિસ્વાસ અને ધારાસભ્યો ફિરહાદ હકીમ, રથિન ઘોષ અને સબીના યાસ્મીનને ઉપપ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
ઋતાબ્રત બેનર્જી, જાવેદ ખાન અને સંદીપન સાહાને મહાસચિવ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા, યારે રઘુનાથગંજના ધારાસભ્ય અુઝમાન અંસારીને ખજાનચી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application