સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીના સઘન પ્રયાસો અને બારીક આયોજનની ફલશ્રુતિપે હવે સોમનાથ દાદાના શ્રદ્ધાળુઓ અને ગીર જંગલના મુલાકાતે આવનાર યાત્રિકો માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદ થી કેશોદ ડાયરેકટ લાઇટ સેવાનો પ્રારભં કરવામાં આવ્યો છે. ધનતેરસના પર્વે સોમનાથ દાદાના ભકતોને સરકાર દ્રારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે.ધનતેરસના વિમાન સેવાનો પ્રારભં થતાં પહેલી લાઈટમાં આવેલ શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓને માળા પહેરાવી મો મીઠું કરાવી પૂજારીશ્રી દ્રારા ચંદન તિલક કરી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રસ્ટની કોમ્પ્લીમેન્ટરી એર કન્ડિશન બસમાં સોમનાથ મહાદેવના દર્શને લવાયા હતા. મંદિરમાં ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્રારા ખેસ ઓઢાડી આવનારી યાત્રીઓને આવકારાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક બસ સેવા
કેશોદ વિમાનમથક પર ઊતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ્ર આતિથ્ય અનુભવ આપવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્રારા નિશુલ્ક વાતાનુકૂલિત પીક–અપ બસ સેવા શ કરવામાં આવી છે. આ સેવા પ્રવર્તમાન મુંબઈ–કેશોદ લાઈટ, અને નવી પ્રારભં થયેલ અમદાવાદ–કેશોદ લાઈટમાં આવનાર યાત્રાળુઓને નિશુલ્ક બસ સેવાથી આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે.
ફલાઈટ સમયસૂચિ અને દિવસો
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, ગુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે જેમાં અમદાવાદથી કેશોદની ફલાઈ સવારે ૧૦:૧૦ વાગ્યે લાઈટ ટેકઓફ કરશે અને ૧૦:૫૫ વાગ્યે કેશોદ પહોંચી જશે.યારે કેશોદથી અમદાવાદની ફલાઈટ બપોરે ૧૩:૧૫ વાગ્યે કેશોદથી ટેકઓફ કરી ૧૪:૩૦ વાગ્યે અમદાવાદ પરત આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech