ઓઇલ માર્કેટિંગ કંપનીઓના આ નિર્ણયથી ઢાબા, રેસ્ટોરન્ટ, હોટલ જેવા સ્થળોએ ખોરાક રાંધવા માટે આ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરોનો ઉપયોગ કરતા કરોડો લોકોને રાહત મળશે. આજથી લાગુ કરાયેલા આ નવા ઘટાડા બાદ કોલકાતામાં 19 કિગ્રા સિલિન્ડરવાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1872 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1913 રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1714.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1755.50 રૂપિયા હતી અને ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1924 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1965 રૂપિયા હતી.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે. કંપનીઓ જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે. કંપનીઓએ છેલ્લે 1 માર્ચથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે, ઘરોમાં વપરાતા 14.2 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 14.2 કિલોગ્રામના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech