રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.8માં ગત ચોમાસા દરમિયાન ભયગ્રસ્ત ઇમારતોને અપાયેલી નોટિસો અંતર્ગત શહેરના અમિન માર્ગ અને કાલાવડ રોડની વચ્ચે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સામે આવેલા 50 વર્ષ વધુ જુના એવા અરવિંદભાઇ મણિયાર ક્વાર્ટર્સની ઇમારતોને પણ નોટિસ આપીને તેનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યાં આગળ હવે બાંધકામ શરૂ કરાયું છે.
વિશેષમાં મહાનગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રિ-ડવલપમેન્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ મેળવનાર બિલ્ડર એજન્સી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરમાં કોમર્શિયલ અને ઉપરના માળે રેસિડેન્સીયલ ફ્લેટ તે મુજબનો બિલ્ડીંગ પ્લાન ઇનવર્ડ કરાયો હતો જે મંજુર કરાયો છે અને છેલ્લા એક સપ્તાહથી પાયાનું ખોદકામ શરૂ કરાયું છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અહીં નીચે કોમર્શિયલ બાંધકામ થશે અને ઉપર રહેણાંક રહેશે. બિલ્ડીંગ પ્લાન એકાદ મહિના પૂર્વે મંજુર કરાયો હતો, જ્યારે કામ એકાદ સપ્તાહથી શરૂ કરાયું છે. દરમિયાન આ અંગેની માહિતી માટે મ્યુનિ.સિટી ઇજનેર અલ્પ્ના મિત્રાનો સંપર્ક સાધતા તેઓ મિટિંગમાં હોવાનું જણાવ્યું હતું. જ્યારે વેસ્ટ ઝોનના સિટી ઇજનેર મહેતાનો સંપર્ક સાધતા આ બાબત તેમના કાર્યક્ષેત્રમાં આવતી નહીં હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMજેતપુરના મોટા ગુંદાળા પાસે આવેલા વોટરપાર્કમાં મોબાઇલ- રોકડની ચોરી
May 02, 2025 10:25 AMઆઈપીએલની પ્લેઓફ રેસ રોમાંચક તબક્કામાં
May 02, 2025 10:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech