રાજકોટ મહાપાલિકામાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ બદલીનો વધુ એક ઘાણવો કાઢયો છે અને ૨૧ અધિકારીઓની બદલી કરી છે. તાજેતરમાં ૫૨ ઇજનેરોની બદલી બાદ ૪૮ કલાકના ટૂંકા સમયમાં વધુ ૨૧ અધિકારીઓની બદલી કરતા મહાનગરપાલિકાના વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇએ કરેલા હત્પકમ મુજબ હાલ સુધી વોર્ડ નં.૪માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા હેમાદ્રીબા ઝાલાની વોર્ડ નં.૮માં બદલી કરાઇ છે. વોર્ડ ઓફિસર કિંજલ ચોલેરાને વોર્ડ નં.૯માંથી વોર્ડ નં.૧માં, મૌલીક પી. ગોંધીયાને વોર્ડ નં.૧૪માંથી ૫માં, નિરજ રાજયગુરૂને વોર્ડ નં.૧૨માંથી ૧૭માં, સુનિશા માણેકને વોર્ડ નં.૫માંથી ૯માં, નિલમ બેલીમને વોર્ડ નં.૩માંથી ૧૦માં, આરતી નિમ્બાર્કને વોર્ડ નં.૧૦માંથી ૧૧માં, રાજેશ ચત્રભુજને વોર્ડ નં.૧૭માંથી ૧૨માં, ભાવેશ એન. સોનિગ્રાને વોર્ડ નં.૮માંથી ૧૩માં, નિકુંજ ડોબરીયાને વોર્ડ નં.૧૫માંથી ૧૪માં મુકવામાં આવ્યા છે. જયારે કેતન સંચાણિયાને વોર્ડ નં.૬માંથી ૩માં, મહેશ મુલિયાણાને વોર્ડ નં.૧માંથી ૪માં, કિર્તી આર. મેહને વોર્ડ નં.૧૧માંથી ૬માં, દિલીપ કે. ચારેલને વોર્ડ નં.૧૩માંથી ૧૬માં મુકાયા છે.
જયારે આસિસ્ટન્ટ કમિશનર સમિર ધડુકને સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોન ટેકસ બ્રાન્ચ, શાળા બોર્ડ, વિજિલન્સ તેમજ ઇન્ચાર્જ આઇટી ડીરેકટર તરીકે જવાબદારી સોંપાઇ છે. આસિ. કમિશનર એન.કે.રામાનુજને પીએટુ કમિશનર ઉપરાંત મેનેજર કમિશનર વિભાગ, મહેકમ શાખાના ઇન્ચાર્જ આસી. કમિશનર તરીકેની કામગીરી સોંપાઇ છે. જયારે આસી. કમિશનર બી.એલ.કાથરોટીયાને એસ્ટેટ, દબાણ હટાવ, જીએડી, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રેસકોર્સ સંકુલ, ગાંધી મ્યુઝિયમ અને ચીફ વિજિલન્સ ઓફિસર તરીકેની કામગીરી સુપરત કરાઇ છે.
હાલ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડી.એમ.ડોડીયાને મેનેજર આવાસ યોજના તરીકેની કામગીરી ઉપરાંત ઇન્ચાર્જ આસી. કમિશનર તરીકે વેસ્ટ ઝોન ટેકસ બ્રાન્ચ અને પ્રોફેશનલ ટેકસના હેડ તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. એમ.આઇ.વોરાને ટ્રફિક, ટ્રાન્સપોર્ટ અને પાકિગ મેનેજર તેમજ આર.આર.એલ.ના નોડલ ઓફિસર તરીકેની કામગીરી, એમ.ડી.ખીમસુરીયાને વેસ્ટ ઝોન ટેકસ બ્રાન્ચના મેનેજર તેમજ નિરજ એમ. વ્યાસને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના મેનેજર તરીકેની કામગીરી સોંપાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech