બ્યુટીશ્યન યુવતીના નામનું ફેક આઇડી બનાવી સંબંધીને ગાળો ભાંડતા ફરિયાદ

  • June 03, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોઠારીયા વિસ્તારમાં રહેતી બ્યુટીશ્યન યુવતીના નામનું ફેક ઇન્સ્ટા આઈડી બનાવી તેના કાકાને બેફામ ગાળો ભાંડી હતી.જે અંગે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી ગોંડલના જયેશ બારૈયા નામના શખસની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે કોઠારીયા ચોકડી પાસે રહેતી ૨૧ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પાગલ લવર ૭૪૮, ક્રિષ્ના ૧૨૧૫૬૬ અને ક્રિસરાજપુત ડોટ ૧૨

નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકનું નામ આપ્યું છે. બનાવ અંગે વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી પાર્લરમાં નોકરી કરે છે અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ જેવી એપ્લીકેશન ઉપયોગ કરે છે.

ગઇ તા.૨૩/૦૩/૨૦૨૫ ના તેણીના કુટુંબી કાકાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ગઈ તા.૨૦/૦૩/૨૦૨૫ ના કોઈ અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પાગલ લવર ૭૪૮ ઉપરથી તારા નામથી મારી સાથે ચેટ કરી અને તારો ફોટો મોકલી તારા નામથી મને ગાળો આપે છે. તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી ક્રિષ્ના ૧૨૧૫૬૬,ક્રિસરાજપુત ડોટ ૧૨ પરથી તારી પિતરાઈ બહેનના નામથી મારી સાથે ચેટ કરી તારી બહેનનો ફોટો મોકલી તેણીના નામથી ગાળો આપી છે.તેમ કુટુંબી કાકાએ વાત કરતા ખબર પડી હતી કે, કોઇ અજાણી વ્યક્તિ દ્વારા તેણીના અને તેમના કાકાની પુત્રીના નામથી તેના કાકા સાથે વાત કરી ગાળો આપી હોય જેથી સાયબર હેલ્પ લાઇન અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જે.એમ કૈલા અને ટીમે તપાસ હાથ ધરી આરોપી જયેશ બારૈયા (રહે. ગોંડલ) નામના શખસને દબોચી લઈ સઘન પૂછતાછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફરિયાદી અને આરોપી બંને દૂરના સગા થતા હોય અને પારિવારિક પ્રશ્ન ઉભો થતાં આરોપીએ કૃત્ય આચર્યાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News