કાલાવડ પર રહેતા શખસે લોન પર કિયા કાર ખરીદ્યા બાદ કારની લોનના હપ્તા ન ભરી લોન કંપનીનું બોગસ એનઓસી તૈયાર કરી આ કાર અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. જે અંગેની જાણ લોન કંપનીને થતા આ મામલે કંપનીના લીગલ ઓફિસર દ્વારા આ શખસ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત બોગસ દસ્તાવેજ તૈયાર કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં રહેતા ચિરાગકુમાર અશ્વિનભાઈ બારોટ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચેતન કનકભાઈ પરમાર (રહે. પ્લોટ નંબર 87, ગ્લોરીયસ ગોલ્ડ, કાલાવડ રોડ, રાજકોટ) નું નામ આપ્યું છે. ચિરાગભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટાટા કેપિટલ લિ. ની કંપનીમાં લીગલ મેનેજર છે. કંપનીની બ્રાન્ચ ઓફિસ રાજકોટમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પિનાકોલ બિલ્ડીંગમાં 302 નંબરની ઓફિસમાં આવેલી છે. કંપની જુદા જુદા પ્રકારની લોન આપવાનું કામ કરે છે.
આરોપી ચેતન પરમારે કંપની પાસેથી કિયા મોટર્સ કંપનીની સોનેટ ગાડી નંબર જીજે 3 એમઈ 9490 પર રૂ.13,45,035 ની તા. 20/12/2022 ના લોન લીધી હતી. જે લોનની રકમ ૬૦ હપ્તામાં ચૂકવવાની હતી. આરોપીએ 16 હપ્તાની ભરપાઈ કરી હતી. તારીખ 3/4/2024 સુધી હપ્તા ભર્યા હતા. ત્યારબાદ તેને હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં કંપની તરફથી તેને નોટિસ મોકલવામાં આવી હતી. છતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. આરોપી ચેતનને કંપનીને રૂપિયા 11.57 લાખ ચૂકવવાના બાકી હતા.
દરમિયાન આરોપીએ કાર ઉપર લોન ચાલતી હોવાનું જાણતો હોવા છતાં તેણે લોનની રકમ ભરપાઈ કર્યા વગર લોન કંપનીનું બોગસ એનઓસી તેમજ ફોર્મ નંબર 35 બોગસ તૈયાર કરી આરટીઓમાં રજૂ કરી આરટીઓમાં કાર પરનું કંપનીનું હાઈપોથીકેશન કઢાવી છગનભાઈ નાથાભાઈ મુંધવાને આ કાર બારોબાર વેચી નાખી હતી. જે અંગેની જાણ કંપનીને થયા બાદ આ મામલે કંપનીના લીગલ ઓફિસર દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.આર.સાવલિયા ચલાવી રહ્યા છે.
ચેતન સામે માલવીયાનગર અને પાલનપુરમાં પણ છેતરપિંડીના ગુના
કંપનીના લીગલ ઓફિસર ચીરાગભાઇએ જણાવ્યું હતું કે,ચેતને લોનના હપ્તા ભરવાનું બંધ કરી દઇ નોટિસનો પણ કોઇ જવાબ ન આપતા કંપનીએ આરટીઓનમાં કાર વિગતો કઢાવતા કાર અન્યને વેચી દીધી હોવાનું માલુમ પડયું હતું. એટલું જ નહીં આરોપી સામે રાજકોટના માલવીયાનગર અને પાલનપુરમાં પણ આ પ્રકારના છેતરપિંડાના ગુના નોંધાઇ ચૂકયા હોવાનું માલુમ પડયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech