જધન્ય અપરાધની ઘટના સામે આવતાં ચોમેરથી ફીટકારીની લાગણી : વિડીયો વાયરલ થતા પોલીસ દ્વારા શખ્સની શોધખોળ
જામનગરના પોશ વિસ્તારમાં એક નરાધમ શખ્સ દ્વારા ગાયમાતા સાથે દુષ્કર્મ કર્યા અંગેના સીસીટીવી ફૂટેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થતા આ વિકૃત શખ્સ સામે ફીટકારની લાગણી વરશી રહી છે. દરમ્યાનમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ અંગે સીટી-બી ડીવીઝનમાં વિડીયોના આધારે અજાણ્યા શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં એક માનસીક વિકૃત શખ્સ ગાય માતા સાથે અમાનુષી કૃત્ય કરતો હોય એ પ્રકારનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ભારે આક્રોશ ફેલાયો છે અને મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે, દરમ્યાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.એમ.લગારીયા અને તેઓની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી. ઝા અને તેમની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે, અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી લઈ ગાય માતા સાથે જધન્ય અપરાધ કરનાર શખ્સને શોધવા માટે કવાયત શરૂ કરી દીધી છે.
દરમ્યાનમાં રાંદલનગર વિસ્તારમાં રહેતા પ્રભાતસિંહ જાડેજા દ્વારા સીટી-બી ડીવીઝનમાં આશરે ૪૦ થી ૫૦ વર્ષના એક અજાણ્યા ઇસમ વિરુઘ્ધ બીએનએસ કલમ ૨૯૯ તથા પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનીયમની કલમ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે ગત તા. ૬-૪-૨૫ના સમય ગાળા દરમ્યાન રાંદલનગર વિસ્તારમાં અજાણ્યા શખ્સે ગાય માતા સાથે અમાનુષી કૃત્ય કરી ત્રાસ ગુજારી ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય કરીને ગુનો કર્યો છે આ ફરીયાદના આધારે પીએસઆઇ ઝાલા વધુ તપાસ ચલાવી રહયા છે.