કોંગી આગેવાનો- કાર્યકરો દ્વારા વીર શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ક્રાંતિકારીઓમાં સૌથી પ્રમુખ નામ તરીકે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો ઉલ્લેખ આવે કારણકે આ ત્રણેયને ૨૩ માર્ચે ફાંસી આપવામાં આવી હતી. જેને પગલે ૨૩ માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
જામનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા શહીદ દિનની ઉજવણી નિમિત્તે લાલબંગલા સર્કલથી હવાઇ ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. તથા હવાઇ ચોકમાં આવેલ શહીદે આઝમ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામ્યુકોનાં વિપક્ષી નેતા ધવલભાઇ નંદા, જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારનાં કોંગ્રેસ યુવાપ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર જેનબબેન ખફી, ઉપરાંત તૌસિફ ખાન પઠાણ, સહારાબેન મકવાણા, ભરતભાઇ વાળા સહિતનાં કોંગી આગેવાનો મશાલ યાત્રામાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech