ક્રિકેટ સટ્ટો હોય ચૂંટણી હોય કે આવી દેશ–દુનિયાને લગતી હાર–જીતની બાબતમાં લાખો–કરોડોના સટ્ટા ખેલાઈ છે. આઈપીએલની સિઝન બાદ સટ્ટાબજારમાં દેશની લોકસભાની ચૂંટણીના પરિણામો હોટફેવરિટ રહ્યા હતા. એકિઝટ પોલે જે આંકડાઓ જાહેર કર્યા તે પરંતુ સટ્ટાબજારના રાજકીય પક્ષોને કેટલી સીટ મળશે તેના આંકડાઓ સત્યતાની નજીક રહ્યા હતા. ભાજપને ૨૪૦, કોંગ્રેસને ૧૦૦ આસપાસ સીટ મળશેના સાત ચરણના મતદાન બાદ બુકી બજારમાં ખુલેલા નવા ભાવમાં અસંખ્ય પંટરો લાખો–કરોડોમાં ધોવાયા હતા. બુકી બજારના ગણિતે પંટરોને પછડાટ આપી બુકીઓ કાલે પરિણામ જાહેર થતાં માલામાલ થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગઠબંધને એનડીએ અબ કી બાર ૪૦૦ પારના નારા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણી પ્રચારના આરંભથી બુકી બજાર પણ સક્રિય થઈ ગયું હતું. આ વખતે એનડીએની સામે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોની ધરી મળી ઈન્ડીયા ગઠબંધન રચાયું હતું. બુકી બજારમાં આરંભે એનડીએ અને ઈન્ડિયાના ભાવો ખુલ્યા હતા. ભાજપ તથા એનડીએ પંટરોને ચૂંટણીના શરૂઆતના દિવસોથી જ હોટ ફેવરિટ દેખાતું હતું જે રીતે વડાપ્રધાનથી લઈને અન્ય રાજકીય મહાનુભાવોના પ્રચાર અને થીમ હતા તે મુજબ આ વખતે એનડીએ ૪૦૦ પાર કરશે તેના પર લાખો–કરોડો રૂપિયા પંટરોએ લગાવ્યા હતા. સાથે સાથે બુકીઓએ ભાજપને ૩૫૦ સીટ, કોંગ્રેસને ૬૦–૬૫ સીટ શરૂઆતનો ભાવ ખોલ્યો હતો. તેમાં પણ મોટો સટ્ટો ખેલાયો હતો.
ચૂંટણી મતદાન તબક્કા શરૂ થયા બાદ જેમ–જેમ સાત ચરણમાંથી એક–એક ચરણ પૂર્ણ થતાં ગયા તેમ ભાજપનો ૩૫૦નો આકં ૩૩૦, ૩૧૦, ૩૦૦, ૨૮૦ જેવો નીચે ઉતરતો રહ્યો હતો અને કોંગ્રેસની સીટનો આકં બુકી આલમમાં બે–પાંચ સીટના વધારા સાથે ઉપર ચડતો હતો. સાતેય ચરણન મતદાન પૂર્ણ થતાં સટ્ટાબજારમાં ભાજપને ૨૪૦થી ૨૫૦ સીટ મળશે, કોંગ્રેસ ૯૫થી ૧૦૫ સીટની વચ્ચે આવશે આવો નવો ભાવ ખુલ્યો હતો. જે રીતે ચિત્ર હતું તે પ્રમાણે ભાજપ ૩૨૫ બેઠક તો મેળવશે જ તેવો પંટરોમાં આશાવાદ હતો. કોંગ્રેસ વધીને જો ઉપર જાય તો ૭૦–૭૫ની વચ્ચે રહેશે. પંટરોની આવી ધારણા હતી જેથી પંટરોએ બુકીના ભાજપ અને કોંગ્રેસના ૨૪૦ તથા ૧૦૦ સીટના ગણિત પર છેલ્લ ા બે દિવસમાં કરોડો રૂપિયા લગાવી દીધા હતા. ગઈકાલે પરિણામ આવતાં સટ્ટા બજાર તેમને ભાજપ અને કોંગ્રેસને સીટના જાહેર કરેલા ભાવની સાવ નજીક રહ્યું હતું. ભાજપ ૨૫૦થી નીચે અને કોંગ્રેસ ૧૦૦ પાસે આવીને અટકી જતાં બુકી આલમ સાચી ઠરી હતી. આ બુકીઓના દાવ સામે કરોડો રૂપિયા લગાવનાર પંટરોને વિશ્ર્વાસે વ્હાણ ડૂબ્યા કે ભરોસાની ભેંસે પાડો જણ્યોની જેમ કરોડો–અબજો રૂપિયા ગુમાવવા પડા છે.
જેમ બન્ને પક્ષ અને બન્ને ગઠબંધન ઉપર જુગાર ખેલાયો હતો તે રીતે કયા સ્ટેટમાં કોને કેટલી સીટ આવશે તેના પણ ભાવ ચડ–ઉતર સાથે ખુલતા હતા. આ રાયોથી લઈ કયા ઉમેદવાર કેટલી લીડથી જીતશે તેના પર પણ અસંખ્ય જુગારીઓએ દાવ ખેલ્યો હતો. આ દાવમાં પણ બુકીઆલમ ફાવી હતી અને પંટરોએ હાથ ધોવા પડા હતા. યારે અઠગં ખેલાડી એવા અનેક પંટરો નાણા ગુમાવા ન પડે એ માટે હાર–જીતના બન્ને પલડામાં દાવ ખેલતા હતા અને ડુબતા–ડુબતા બચ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech