BREAKING NEWS

મંદિરોના ડિમોલિશન મુદ્દે કોંગ્રેસના ધરણા, વિહિપનું આંદોલન

  • May 16, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાયની ચૂંટણી પૂર્ણ થયા બાદ મનપા તત્રં દ્રારા રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષેાથી લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહેલા નાના મંદિરો, દેરીઓ અને હનુમાનજીના સ્થાનો ઉપર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે આજે રાજકોટ વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ વનરાજભાઈ ગરૈયા સહિતના આગેવાનો દ્રારા મંદિરના ડિમોલિશન સામે સખત વિરોધ વ્યકત કરવામાં આવ્યો છે અને આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારે આંદોલનની જાહેરાત કરવાની સાથે વિહિપના આગેવાનોએ મહાપાલિકાએ તોડેલા મંદિરોની સાઈટ વિઝિટ કરી હતી. યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા ત્રિકોણ બાગ ખાતે ઉગ્ર ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તાજેતરમાં મનપા દ્રારા મવડી, ઉદયનગર, માયાણી આવાસ યોજના, યોગીનગર, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરો, દેરીઓ, માતાજીના મંદિરો અને ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘણા મંદિરો વર્ષેાથી અસ્તિત્વમાં હતા, અને લોકોની રોજિંદી શ્રદ્ધા સાથે જોડાયેલા હતા. છતાં પણ તત્રં દ્રારા લોકોનો વિશ્વાસમાં લીધા વગર રાત્રિના અંધારામાં કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રામના નામે મત માંગતી ભાજપ સરકાર આજે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર ચલાવી રહી છે. દિવસ દરમિયાન રામભકિતના નાટકો અને મોટી મોટી વાતો કરનારાઓ રાત્રિના અંધારામાં હનુમાનજીની દેરીઓ તોડી રહ્યા છે. આ માત્ર બાંધકામ તોડવાની કાર્યવાહી નથી, પરંતુ હિંદુઓની આસ્થા અને લાગણીઓ પર સીધો પ્રહાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ભાજપના પૂર્વ સત્તાધીશોના અનેક ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત ઉભા છે ત્યાં તંત્રનો બુલડોઝર નથી પહોંચતો. પરંતુ ગરીબ અને સામાન્ય લોકોના ઘરો તથા હવે ભગવાનના મંદિરો પર જ બુલડોઝર દોડાવવામાં આવે છે. ભાજપ સરકારનો બુલડોઝર માત્ર નબળા લોકો સામે જ કેમ ચાલે છે? ભાજપ સરકાર અહંકારમાં અધં થઈ ગઈ છે જે હનુમાનજીએ લંકા સળગાવી હતી એ દાદાનું અપમાન કરનારાઓની સત્તા આ રાજકોટની જનતા ઉખેડી ફેંકશે.
સ્થાનિક સ્વરાયની ચૂંટણી પૂર્ણ થયા બાદ તત્રં ફરી સક્રિય બની ગયું છે અને લોકોની ધાર્મિક લાગણીઓને અવગણીને એકતરફી કાર્યવાહી શ કરવામાં આવી છે. વર્ષેાથી ચાલતા મંદિરો અને દેરીઓ સામે આટલી ઉતાવળમાં કાર્યવાહી કરવી એ સરકારની દ્રિચારી નીતિ દર્શાવે છે.ભાજપ સરકાર તંત્રનો દુપયોગ કરી સામાન્ય લોકોને અનેક પ્રકાર થી હેરાન પરેશાન કરી રહી છે.
ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્રારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેર કોંગ્રેસે સ્પષ્ટ્ર કયુ હતું કે કોંગ્રેસ પાર્ટી શહેરની જનતા, ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો અને તેમની આસ્થા સાથે મજબૂતીથી ઉભી છે. જો આગામી સમયમાં પણ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આવી કાર્યવાહી ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન અને જનચળવળ શ કરશે.
અંતમાં કોંગ્રેસ દ્રારા માંગ કરવામાં આવી હતી કે તત્રં તાત્કાલિક આવી કાર્યવાહી બધં કરે, લોકોની લાગણીઓનો સન્માન કરે અને વિકાસના નામે આસ્થા સાથે રમત રમવાનું બધં કરે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ અગ્રણી, ડો.હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, ડી. પી
મકવાણા, અતુલભાઈ રાજાણી, વશરામ ભાઈ સાગઠીયા, પ્રદેશ અગ્રણી મુકેશ ભાઈ ચાવડા, કોર્પેારેટર અર્જુનભાઈ ચૌહાણ, મકબુલભાઈ દાઉદાની, દીિબેન સોલંકી, રસીલાબેન ગરૈયા, ઈબ્રાહીમભાઇ સોરા, મનીષા બેન રોજાસરા, સંજયભાઈ અજુડિયા, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ નીતિનભાઈ ભંડેરી, વૈશાલીબેન શિંદે, હરપાલસિંહ જાડેજા, રહીમભાઈ સોરા અલ્પેશભાઈ સાધરીયા, દિપ ભંડેરી, ઉકેશ રબારી, મનસુખ ભાઈ જાદવ, દિલીપભાઈ આસવાની, રાજુભાઈ બાબિયા, રાજુભાઈ ચાવડા, હાર્દિકભાઈ પરમાર, સુરેશ ભાઈ ગેરૈયા, કેતન ભાઈ તાળાં, શૈલેષ ભાઈ સાકરીયા, ગિરીશ ભાઈ ઘરસંડીયા, નિલેશ ભાઈ મારું, સોહિલ ભાઈ ઝરીયા, સલીમ ભાઈ કારિયાણી, અલ્તાફ ભાઈ, જયાબેન ચોહાણ, કંચન બેન વાળા, હિરલ રાઠોડ, યોગીતા વડોલિયા, શાંતા બેન મકવાણા, તુષાર નંદાની, મયુરભાઈ શાહ, મેમ બેન, જગદીશ ભાઈ ડોડીયા, ભાર્ગવ પઢિયાર, રણજીત મુંધવા, ડી.બી.ગોહિલ, દીપેન ભગદેવ, આયર્ન પટેલ, ગૌરવ ખીમસુરીયા, મહિપાલ ચોહાણ, યુસુફ ભાઈ જુણેજા,જીતુ ભાઈ ઠાકર, ઠાકરશી ગજેરા,રૈયા ભાઈ બંભવા, યેશ દવે,ભાવેશ વાઘેલા, સરલાબેન પાટડિયા, ધવલ રાઠોડ, જલ્પેશ વાઘેલા, નરેશ ભાઈ પરમાર, કમલેશ કોઠીવાર, હેમલ ભાઈ પેસવાડીયા, પ્રફુલા બેન ચૌહાણ, ચંદ્રિકા વરણીયા, સજના ગોહેલ, દીપુબેન રવિયા, નરેન્દ્રભાઇ, મયુરસિંહ પરમાર, પ્રતિમા બેન, મેપાભાઈ કણસાગરા, ફેનિલ વોરા, જોડાયા હતા. કોંગ્રેસ દ્રારા આ કાર્યવાહીને આસ્થા પર હત્પમલો અને લોકોની લાગણીઓ સાથેની ક્રૂર રમત ગણાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application