છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી રાજકોટ એઇમ્સના એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે રહેલા ડો.કર્નલ સી.ડી.એસ.કટોચના કોન્ટ્રાકટને પૂરો કરવાની સાથે નવા એકિઝકયુટિવ ડાયરેકટર માટેની ખાલી જગ્યા ભરવા માટેનો ઓર્ડર દિલ્હી સ્થિત આરોગ્ય મંત્રાલય દ્રારા કરવામાં આવ્યો છે. એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે રહેલા ડો.કટોચ નવેમ્બર મહિનાથી લાંબી રજા ઉપર હતા અને તેમણે રાજીનામુ પણ મૂકયું હતું. જે ગત તા–૭ જાન્યુઆરીના મંજુર કરવામાં આવ્યું છે. ડો.કટોચ દિલ્હી આરોગ્ય મંત્રાલયના કાયમી ઓફિસર નહતા પરંતુ તેમની સાથે બે તબક્કામાં પાંચ વર્ષનો કોન્ટ્રાકટ કરાર કરવામાં આવ્યો હતો. જેમાના ચાર વર્ષ સુધી તેમણે રાજકોટ એઈમ્સના એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી અને તેમના કાર્યકાળનું છેલ્લું એક વર્ષ બાકી હતું. પરંતુ મહિનાઓ પહેલા તેમના ઉપર કેટલાક આક્ષેપો થયા હતા એ બાદ લાંબી રજા ઉપર ચાલ્યા ગયા હતા અને દિલ્હી આરોગ્ય મિનિસ્ટરીમાં રાજીનામુ પણ મૂકયુ હતું. હાલ એઈમ્સના એકિઝકયુટિવ ડાયરેકટર તરીકેનો વધારાનો ચાર્જ જોધપુર એઈમ્સના ડાયરેકટર ડો.ગોવર્ધન દત્ત પુરી સંભાળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાનના ડિ્રમ પ્રોજેકટ પૈકીનો રાજકોટ એઈમ્સ પ્રોજેકટ છે, અને એઈમ્સના પહેલા એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે એપ્રિલ ૨૦૨૧માં ડો.કર્નલ સી.ડી.એસ.કટોચની દિલ્હી આરોગ્ય મંત્રાલય દ્રારા ત્રણ વર્ષના કોન્ટ્રાકટ બેઝ પર નિમણુકં આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી–૨૩માં એઇમ્સનું લોકાર્પણ કયુ હતું. તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યા બાદ જે.પી.નડ્ડાએ પણ એઇમ્સની વિઝીટ કરી હતી. ત્યારબાદ એઇમ્સના મહિલા પ્રોફેસરએ તત્કાલીન ડાયરેકટર ડો.કટોચ, એડમીન ઓફિસર જયદેવસિંહ વાળા સામે મનમાની અને ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની સાથે રંગભેદનો પણ આક્ષેપ કરતા આ મામલાને ખુબ ચગાવાયો હતો. અને તપાસ કમિટી નિમાઈ હતી જેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ સબમિટ કરવામાં આવ્યો છે. પરંતુ તેનો ખુલાસો આજદિન સુધી કરવામાં આવ્યો નથી. આ ઘટનામાં એડમીન ઓફિસર જયદેવસિંહ વાળાનો કોન્ટ્રાકટ પૂરો થતા સરકારમાંથી એકસટેન્સન આપવામાં આવ્યું નહતું આથી તેમને ચાર્જ છોડવો પડો હતો. આ વિવાદ વધતા એકયુટિવ ડાયરેકટર ડો.કટોચએ પણ દિલ્હી આરોગ્ય મંત્રાલયમાં પોતાનું રાજીનામુ મૂકયું હતું. પરંતુ એ એસીસી દ્રારા નિર્ણય લેવામાં ન આવતા નવેમ્બરથી લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા અને ચાર્જ જોધપુર એઈમ્સના ડાયરેકટરને સોંપવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ આરોગ્ય મંત્રાલય દ્રારા ડો.કટોચનું રાજીનામુ મંજુર કરી તેમના કોન્ટ્રાકટમાંથી ટર્મિનેટ કરતો ઓર્ડર કર્યેા છે. આ ઉપરાંત રાજકોટ એઈમ્સને આગળની કાર્યવાહી કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
એઇમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ ડો.કટોચ સામે કોઈ કાર્યવાહી કરવા માટે કે તેનો રિપોર્ટ મોકલવા માટે હજુ સુધી આરોગ્ય મંત્રાલય તરફથી કોઈ સૂચના મળી નથી. માત્ર તેમણે મૂકેલું રાજીનામુ મંજુર થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech