BREAKING NEWS

રાજકોટ હીરાસર એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ કામદારોનો હોબાળો

  • October 13, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એરપોર્ટ પર કાર્યરત કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનો પગાર મુદ્દે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ લઇ રહ્યો નથી. તાજેતરમાં ગત 24 સપ્ટેમ્બરના રોજ યુવા શક્તિ સેનાના નેજા હેઠળ એરપોર્ટ પર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ચૂકવવામાં થતી ગેરીતી મામલે કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ 15 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીજી આ માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે કલેકટરને આવેદન પાઠવ્યા બાદ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓએ એરપોર્ટ પર દેખાવો કરી એરપોર્ટ ડિરેક્ટર સમક્ષ વધુ એક વખત લેખિત અને મૌખિક ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા થતી મુદ્દે રજૂઆત હતી.


રાજકોટના હીરાસર એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોએ ગઈકાલે રવિવારે તારીખ 12 ઓક્ટોબરના રોજ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા સમક્ષ સમક્ષ લેખિત-મૌખિક રજૂઆત કરી હતી. આ રજૂઆત અંતર્ગત કામદારોએ છેલ્લા ત્રણ મહિનાનો પગાર ન મળવો, પગારમાંથી રૂ. 2000 કાપવા અને વિરોધ કરનાર 13 કામદારોને છૂટા કરી દેવાના મુદ્દે શોષણનો વિરોધ કર્યો હતો. કોન્ટ્રાક્ટ કામદારોએ પોતાના હક માટે એરપોર્ટ ઓથોરિટીની ઓફિસે જઈ હલ્લાબોલ કર્યો હતો.


કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે આસિમ કોમ્યુનિકેશન નામના ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા એરપોર્ટ પર કામ કરતા 100 જેટલા સફાઈ કામદારોને ઓનલાઇન પગારમાંથી રૂપિયા 2000  જેટલા કર્મચારીઓ પાસેથી પગાર પડાવી લેવામાં આવતા હોવાનું તથા ઇપીએફ અને ઇએસઆઇ લેખે ની રકમ પગારમાંથી જ કાપી અને પહોંચ આપવામાં નહીં આવતા હોવાનું કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ ઘટનાને પંદર દિવસ થવા છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા. તેમજ એરપોર્ટ પર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને ન્યાય આપવા માટે રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application