રાજકોટ ગેમઝોન અિકાંડમાં પહેલા દિવસથી જ આશંકા હતી કે, કોઈને કોઈ રાજકીય માથાઓ સીધી કે આડકતરી રીતે ગેમઝોન સાથે સંકળાયેલા હોય શકે. ૧૫ દિવસ બાદ હવે ધીમે ધીમે શાસક પક્ષ ભાજપના જ કોર્પેારેટરો, પદાધિકારીઓ, અગ્રણીઓના ગેમઝોન સાથેના સંપર્કેા બહાર આવી રહ્યા છે. કદાચીત હવે નાછૂટકે તપાસનીશ ક્રાઈમ બ્રાંચ દ્રારા એક પછી એક અગ્રણીઓની પુછપરછ ચાલુ થશે. ગઈકાલે વોર્ડ નં.૧૩ના નગરસેવક નીતિન રામાણીને ક્રાઈમ બ્રાંચે લઈ આવીને પુછપરછ કરાઈ હતી. જો કે, હજુ પ્રારંભીક પુછપરછ થઈ પરંતુ ધરપકડ કે આવી કોઈ કાર્યવાહી થાય તેવા પુરાવાઓ ન મળ્યાનું પોલીસનું કથન છે.
૨૭–૨૭ માનવ જીંદગીઓને ભરખી જનાર આ ગેમઝોન અિકાંડના સંચાલકો પ્રકાશ જૈન સહિતનાના બહારી સંબંધો પણ હવે ખુલ્લ ા પડયા છે. ગેમઝોનનું મોતના માંચડા જેવું ગેરકાયદે બાંધકામ તુટતું અટકાવવા માટે ભાજપના નગરસેવક રામાણીએ રોલ ભજવ્યાની વાતો છેલ્લ ા ૧૦ દિવસથી વહી રહી હતી. અંતે તા.૬ને ગુરૂવારના રોજ ખુદ રામાણીએ જ મોઢું ખોલી નાખ્યું હતું અને કબુલ્યું હતું કે, આ ગેમઝોનનું બાંધકામ ઈમ્પેકટ ફીમાં લેવા માટે પોતે ભલામણ કરી હતી અને એ માટે આર્કીટેકટ વાણીયાવાડીમાં રહેતા નિરવ વરૂને કામ સોંપ્યું હતું. મીડિયા સમક્ષ ઓન કેમેરા રામાણીએ બધું બોલી જતાં અંતે હવે નાછૂટકે પોલીસ કમિશનરે રચેલી સીટ કે જેમાં એડી. કમિશનર, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન–૨, એસીપી ક્રાઈમ અને પીઆઈનો સમાવેશ કરાયેલો છે. તેઓએ નીતિનને આપેલી કેમેરા સમક્ષની કેફીયતના ૨૪ કલાક બાદ પુછપરછ માટેની કવાયત કરવી પડી અથવા તો તસ્દી લેવી પડી છે.
ગઈકાલે સાંજે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયેલા નીતિન રામાણીની સ્થાનિક સીટ દ્રારા પુછપરછ કરાઈ હતી. રામાણીએ ગુરૂવારે મીડિયા સમક્ષ જે વાત કરી એ ટાઈપની જ વાત કે કથન તપાસનીશ સુત્રો પાસે કર્યાનું જાણવા મળે છે. તેણે બાંધકામ રેગ્યુલાઈઝ કરવા માટે ઈમ્પેકટ ફીની ગોઠવણ કરી આપી હતી. પ્રકાશ જૈનના પરિચીત વીડી નામના વ્યકિત મારફતે ભલામણ આવતા તેણે આ કામ સંબંધના દાવે હાથમાં લીધું હતું. કોઈ આર્થિક વહીવટ ન કર્યાનું ગાણું ગાયું છે. હવે અન્ય નગરસેવક કે કોઈક પદાધિકારીઓના પણ ક્રાઈમ બ્રાંચ નિવેદન લેશે તેવું જાણવા મળી રહ્યું છે
એવો તો શું પ્રેમ ઉભર્યેા કે, સંબંધમાં કામ કયુ?
કોર્પેારેશનમાં એક એવી વાત કે ચર્ચા ઉઘાડે છોગ થતી રહે છે કે, કાયદેસરનું કામ કરાવવા જાવ તો પણ નાના–મોટા નિવેધ ધરવા પડે છે તો આ નગરસેવકને ગેમઝોન પર આવો બધો પ્રેમ કેમ ઉભર્યેા હતો કે, સાવ સંબંધમાં કામ કયુ અને આકિર્ટેકટની ગોઠવણ પણ તેણે જ કરી આપી હતી. નીતિન રામાણીએ એવું કથન કયુ હતું કે, અમે રાજકીય અગ્રણી હોય એટલે નાની–મોટી ભલામણ આવતી હોય અને કરતા હોય. ગેમઝોનનો વિસ્તાર વોર્ડ નં.૧૦માં આવે છે અને નીતિન રામાણી વોર્ડ નં.૧૩ના નગરસેવક છે. પ્રકાશ જૈનનું રહેણાંક પણ વોર્ડ નં.૧૦માં પોશ વિસ્તારમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech