ઉંદરોના મળ અથવા માળાને સાફ કરતી વખતે કે તેને અડવાથી વાયરસ હવામાં ભળી જાય છે, અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે。
હંટાવાયરસના લક્ષણો
ચેપ લાગ્યાના અઠવાડિયામાં આ લક્ષણો દેખાઈ શકે છે
તાવ અને ઠંડી લાગવીસ્નાયુઓમાં અને ખાસ કરીને મોટા સ્નાયુઓમાં અસહ્ય દુખાવોથાક અને નબળાઈમાથાનો દુખાવો, ઊલટી અને પેટમાં દુખાવો
શું કરવું જોઈએ?
સાવધાનીપૂર્વક સફાઈ,ઉંદરોના મળ અથવા તેમની માળા સાફ કરવા માટે ક્યારેય સાવરણી કે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી વાયરસ હવામાં ફેલાઈ જાય છે。
દવાઓનો છંટકાવ
સફાઈ કરતા પહેલા મોઢા પર માસ્ક (જેમ કે N95) અને હાથમાં ગ્લોવ્ઝ પહેરીને જંતુનાશક (Disinfectant) અથવા બ્લીચના દ્રાવણનો છંટકાવ કરવો
તબીબી સહાય: જો તમને ઉંદરોના સંપર્ક પછી શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તાવ જેવા લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો