‘ધ સાબરમતી રિપોર્ટ’નો એક્ટર પહેલા ભાજપનો ટીકાકાર હતો, હવે નથી
‘ધ સાબરમતી રિપોર્ટ’ એક્ટર વિક્રાંત મેસીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ભારતના મુસ્લિમો વિશે મોટું નિવેદન આપ્યું છે. વિક્રાંત મેસીએ બીજેપીના વખાણ કરતા કહ્યું કે બધુ બરાબર છે.તેમને ઉમેર્યું હતું કે દેશમા મુસ્લિમોને કોઈ ખતરો નથી.
વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 15મી નવેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. ગુજરાતના ગોધરાની ઘટના પર આધારિત આ ફિલ્મમાં વિક્રાંત મેસી પત્રકારની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે આ દરમિયાન એક ઈન્ટરવ્યુ દરમિયાન વિક્રાંત મેસીએ મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે. વિક્રાંત મેસીએ આ દરમિયાન કહ્યું કે ભારતના મુસ્લિમોને કોઈ ખતરો નથી. હવે, ‘ધ સાબરમતી રિપોર્ટ’ રિલીઝ થાય તે પહેલા તેમનું નિવેદન ચર્ચામાં આવી ગયું છે.
તમને જણાવી દઈએ કે એક્ટર વિક્રાંત મેસી પોતાની ફિલ્મના પ્રમોશન માટે શુભંકર મિશ્રાના શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે બિનસાંપ્રદાયિકમાંથી કટ્ટર હિંદુ કેવી રીતે બન્યો? તો આના પર વિક્રાંતે કહ્યું કે, ‘હું ભાજપનો મોટો ટીકાકાર હતો પરંતુ હવે દેશભરમાં ફર્યા પછી મને સમજાયું કે જે વસ્તુઓ મને ખરાબ લાગી હતી તે વાસ્તવમાં ખરાબ નથી. લોકો કહે છે કે મુસ્લિમો જોખમમાં છે પણ કોઈને ખતરો નથી. બધું બરાબર ચાલી રહ્યું છે. તેથી જ હું આજે કહું છું કે હું બદલાઈ ગયો છું. તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસી પહેલા બીજેપીના મોટા ટીકાકાર હતા પરંતુ હવે તે મોદી સરકારના સમર્થક બની ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech