BREAKING NEWS

રાજકોટમાં સેન્ડલ વેલનેસ સ્પામાં દંપતી 10 મહિનાથી કુટણખાનું ચલાવતા, એન્ટ્રી ફીના એક હજાર અને એકસ્ટ્રા સર્વિસના રૂ.2000 હજાર વસૂલતા

  • September 30, 2026 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ચોરે અને ચોકે ધમધમી રહેલા સ્પા અને મસાજ પાર્લરમાં ગોરખધંધા ચાલી રહ્યા હોવાની વાત હવે સામાન્ય બની ચૂકી છે. ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ વધુ એક સ્પા સેન્ટરના ઓઠા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના એસટી બસ સ્ટેન્ડના ત્રીજા માટે આવેલા સેન્ડલ વેલનેશ સેન્ટરમાં દરોડો પાડી અહીં ચાલતી દેહવિક્રયની પ્રવૃતિ ઝડપી લીધી હતી. કુટણખાનામાંથી આસામ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતની બે યુવતીઓ મળી ચાર રૂટનલના મળી આવી હતી. ભગવતીપરામાં રહેતું દંપતી છેલ્લા દસ મહિનાથી અહીં સ્પાની આડમાં કુટણખાનું ચલાવતું હતું. પોલીસે મહિલા સંચાલકની અટકાયત કરી હતી. જયારે તેનો પતિ હાજર મળી આવ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

એએચટીયુના પીઆઇ પી.એન.પઢિયારની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી હકીકત મળી હતી કે, એસટી બસ સ્ટેન્ડની ઉપર ત્રીજા માળે દુકાન નંબર 58 અને 59 માં આવેલા સેન્ડલ વેલનેસ સેન્ટર સ્પામા સંચાલક દ્વારા યુવતીઓ રાખી મસાજના નામે ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી અહીં દરોડો પાડ્યો હતો.

સ્પામાંથી આસામ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતની બે મળી ચાર રૂપલલના મળી આવી હતી જેને નિયમ મુજબ સાક્ષી બનાવવામાં આવી છે. સ્પાના સંચાલક ભગવતીપરામાં સમન્વય હાઇટ્સમાં રહેતો કાસમ કમાલુદ્દીન કાદરી અને તેની પત્ની નસીમ હોવાનું માલુમ પડ્યું હતું. જેમાંથી નસીમ હાજર મળી આવતા તેને ડીટેઇન કરાઈ હતી.

પોલીસ સૂત્ર જણાવ્યું હતું કે, અહીં ગ્રાહક પાસેથી રૂ. 1,000 એન્ટ્રી ફીના વસૂલતા હતા અને એકસ્ટ્રા સર્વિસના નામે બીજા રૂપિયા 2000 લેવાતા હતા. પોલીસની તપાસમાં અહીં સ્પાના ઓઠા હેઠળ છેલ્લા 10 મહિનાથી કુટણખાનું ધમધમતું હોવાનું માલુમ પડ્યું હતું. એચટીયુની ટીમે રૂપિયા 25,800 રોકડ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જ્યારે સ્પા સંચાલક કાસમ કાદરીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં એ એચ.ટી.યુ ના પી.એસ.આઇ એસ.પી. ચૌહાણ, એએસઆઈ અજયકુમાર શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ મકરાણી, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મારુ, કોન્સ્ટેબલ મહેશભાઇ પ્રસાદ, સૂર્યકાંતભાઈ જાદવ, શાંતુબેન મૂળિયા અને ભૂમિકાબેન ઠાકર સાથે રહ્યા હતા.


શહેરમાં પખવાડિયામાં પાંચ કુટણખાના ઝડપાયા

શહેરમાં ધમધમી રહેલા કુટણખાનાઓ હવે રીતસર દુષણ બની રહ્યા છે. ત્યારે પોલીસે પણ આ દુષણને ડામવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે છેલ્લા પખવાડિયામાં ત્રણ સ્પા સેન્ટર અને એક મકાનમાંથી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જ્યારે એ ડિવિઝન પોલીસે પણ એક હોટલમાંથી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ઝડપી લીધી હતી. પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી યથાવત રાખવામાં આવે તો શહેરને આ દૂષણમાંથી મુક્ત કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application