BREAKING NEWS

શાપર વેરાવળમાં દુકાનમાંથી રૂા.૧.૨૫ લાખનો ફટાકડાનો જથ્થો કબજે: સંચાલકની ધરપકડ

  • August 13, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે વેરાવળમાં પ્રગતિ મોલ પાસે આવેલી દુકાનમાં દરોડો પાડી અહીંથી પિયા ૧.૨૫ લાખના ફટાકડાનો જથ્થો કબજે કર્યેા હતો. દુકાન સંચાલકે વગર લાયસન્સ અને ફાયર સેટીના સાધનો રાખ્યા વગર આ સ્ફોટક પદાર્થનો જથ્થો રાખ્યો હોય જેથી તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા જિલ્લામાં જરી લાયસન્સ વગર અને સુરક્ષાના સાધનો વગર સ્ફોટક પદાર્થનો સંગ્રહ કરનાર અને વેચનાર શખસોને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી ના પી.એસ.આઇ જી.જે. ઝાલાની રાહબરીમાં એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, વિપુલભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાધલ સહિતનો સ્ટાફ તપાસમાં હતો. દરમિયાન વેરાવળ મેઇન રોડ પર પ્રગતિ મોલ પાસે બીજા માટે આવેલી દુકાન નંબર ૨૩૨ માં ગેરકાયદે રીતે કોઈપણ આધાર કે જરી લાયસન્સ વગર નાના–મોટા ફટાકડા રાખવામાં આવતા હોવાની માહિતી મળી હતી. જેથી એસસોજીની ટીમે અહીં પ્રગતિ મોલ પાસે આવેલી દુકાન નંબર ૨૩૨ માં જઈ તપાસ કરતા દુકાન સંચાલક સંચાલક અહીં હાજર હોય તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જયસુખ રણછોડભાઈ સોલંકી (ઉ.વ. ૪૫ રહે. વેરાવળ, નવદીપ મોલની બાજુમાં ખોડીયારનગર) હોવાનું જણાવ્યું હતું.
એસઓજીની ટીમે અહીં તપાસ કરતા અહીંથી નાની મોટી સાઈઝના જમીનમાં આતશબાજી થાય તેવા અલગ અલગ પ્રકારના વેરાયટીના ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી સંચાલકને આ સ્ફોટક પદાર્થ રાખવા માટે કોઈ લાયસન્સ કે આધાર પુરાવા હોય તો રજુ કરવાનું કહેતા તેની પાસે આવું કોઈ લાઇસન્સ ન હોવાનું માલુમ પડું હતું. એટલું જ નહીં ફટાકડાની દુકાનમાં કોઈ ફાયર સેફટી અંગેના સાધનો રાખ્યા ન હતા. જેથી પોલીસે અહીંથી ફટાકડા, રોકેટ, સાઉન્ડ રોકેટ, બોમ્બ સહિત પિયા ૧,૨૫,૯૭૫ નો સ્ફોટક પદાર્થનો જથ્થો કબજે કર્યેા હતો અને દુકાન સંચાલક સામે બીએનએસની કલમ ૧૨૫, ૨૮૮ તથા સ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application