BREAKING NEWS

ધાકધમકીથી વ્યાજની ઉઘરાણીની ફરિયાદમાં લેણદારના આગોતરા મંજૂર

  • August 11, 2026 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઉછીના લીધેલા રૂ. ૧૨ લાખના કિસ્સામાં વ્યાજના નામે ધાક ધમકી અને ત્રાસને કારણે આપી આત્મહત્યાની કોશિશ કરવી પડી હોવાની ફરિયાદ મામલે આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી અદાલત દ્વારા મંજુર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, દિનેશભાઈ ઠુમરે વિપુલભાઈ સોંદરવા પાસેથી રૂ. ૧૨ લાખ ઉછીના લીધા હતા, દરમિયાન વિપુલ સોંદરવા દ્વારા તે રકમને વ્યાજના નાણાં ગણાવી દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તપાસ દરમિયાન, ચાર્જશીટ દાખલ થાય તે પહેલા આરોપી વિપુલ સોંદરવા દ્વારા ગુજરાત હાઈકોર્ટે સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપી તરફથી રજૂ કરવામાં આવેલી કાયદાકીય દલીલો તેમજ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટોના સંબંધિત ચુકાદાઓનો આધાર રજૂ કરવામાં આવ્યો હતો. કેસની હકીકતો, તપાસની સ્થિતિ અને રજૂ થયેલા મુદ્દાઓને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપી તરફથી એડવોકેટસ હિરેન ખીમસુરીયા, ડી.જે. બથવાર, આશિષ મકવાણા, પિયુષ મુછડીયા, દર્શન પરમાર, મદદનીશ દેવાંગી સાકરીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application