ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. બપોરે દોઢ વાગ્યે મેચ શરૂ થનાર છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મોટી સંખ્યામાં ક્રિકેટ લવર્સ પહોંચી ગયા છે અને સ્ટેડિયમની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા આવેલા ક્રિકેટ ફેન્સે ઈન્ડિયા...ઈન્ડિયા'ના નારા લાગવ્યા હતા.
બંને ટીમો સ્ટેડીયમ પર પહોંચી ચૂકી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં પણ લોકો સ્ટેડિયમ પર પહોંચ્યા છે. મેટ્રોથી લઈ મોટેરા સુધી બ્લ્યૂ જર્સી સાથે ક્રિકેટ ફેન્સ જોવા મળી રહ્યા છે. મેચ જોવા આવેલા લોકોએ કહ્યું હતું કે, આજની મેચમાં વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે કમબેક કરે તેવી આશા છે.
AMTSએ 104 વધારાની બસો મુકી
મેચ નિહાળવા આવનાર પ્રેક્ષકો માટે AMTS દ્વારા 18 રૂટની 104 વધારાની બસો મુકવામાં આવી છે. મેચને કારણે જનપથથી મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીનો રોડ સવારે 9થી મેચ પૂરી ન થાય ત્યાં સુધી વાહનો માટે બંધ રહેશે. વાહનચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા થઈ વિસતથી વાયા જનપથ થઈ અવરજવર કરી શકશે. ઉપરાંત કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે. આ ઉપરાંત પ્રેક્ષકોના ધસારાને પગલે મેટ્રો પણ રાત્રે 10ને બદલે 12 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો દર 8 મિનિટે મળશે.
મેટ્રો સ્ટેશન પર ભીડને કંટ્રોલ કરવા પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ તૈનાત
કોલ્ડ પ્લે વખતે મેટ્રો સ્ટેશન પર ભીડને કારણે સમસ્યા સર્જાઈ હતી. તે આજે ન થાય તે માટે મેટ્રોના દરેક ગેટને અલગ કરી લાઇનમાં જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
લોકોનું ચેકિંગ કરી સ્ટેડીયમમાં પ્રવેશ અપાયો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દરેક પ્રેક્ષકને તપાસ કરીને પ્રવેશ આપવામાં આવ્યો છે. પાણીની બોટલ, પાવર બેંક, પોસ્ટર તેમજ લાકડીઓ વગેરે જેવી કોઈ વસ્તુઓ સાથે લઈ જવા દેવામાં આવી નથી. માત્ર મોબાઇલ અને ટિકિટ લઈને જ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. નમો સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા લોકો નાના બાળકો સાથે મેચ જોવા પહોંચ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech