ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.કે. મોવાલિયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, કોન્સ્ટેબલ અર્જુનભાઈ ડવ અને ગોપાલભાઈ પાટીલને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ બાઇક સાથે એક શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ પ્રકાશ ટીડીયાભાઈ વડકીયા (ઉ.વ 20 રહે. હાલ કોઠારીયા,મૂળ જાંબવા, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈકના કાગળ માંગતા આરોપી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે સઘન પૂછતાછ કરતા બાઈક ચોરાઉ હોવાનું માલુમ પડ્યું હતું. આ બાઈક ચોરી અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 25,000 ની કિંમતનું આ બાઈક કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ વી.જી.ડોડીયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વીરદેવસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારૂ અને કોન્સ્ટેબલ મૈસુરભાઈ કુંભારવાડીયાને મળેલી બાતમીના આધારે મુંજકા ચોકડી પાસેથી ચોરાઉ એકટીવા સાથે સુમિત બાબુભાઈ વિરાણી (રહે. બાપાસીતારામ સોસાયટી શેરી નંબર 2, મવડી ચોકડી)ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ આ એકટીવા કે.કે.વી હોલ ચોક પાસેથી ચોરી કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech