નાણાવટી ચોક નજીક નંદનવન સોસાયટી શેરી નંબર ૦૩ પાસે કચરાના ઢગલામાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું હતું.જેની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરતા અજાણી મહિલા સામે બાળકીને ત્યજી દેવા મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
નાણાવટી ચોક નજીક આવેલ નંદનવન સોસાયટી શેરી નંબર ૦૩ પાસે ગઈકાલે સવારે સાડા દસ વાગ્યા આસપાસ કચરાના ઢગલામાં તાજુ જન્મેલું બાળક જોતા રહેવાસીઓએ ૧૦૮ ને જાણ કરી હતી.૧૦૮ના ઈએમટી સંજનાબેન પરમારએ બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યું હતું. આ અંગે ૧૦૮ના ઈએમટી સંજનાબેન પરમારએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.કે.રાવલને જાણ કરી હતી.જે બાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જોતા મૃત તાજુ જન્મેલું બાળક જોવા મળ્યું હતું.
પી.એસ.આઈ. વી.જી.ડોડિયાએ બનાવ સ્થળે આવી ઇન્વેસ્ટ પંચનામુ તૈયાર કરી મૃત નવજાત બાળકને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યું હતું. પીએમ બાદ મૃત નવજાત બાળકને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવાની તજવીજ કરવામાં આવી હતી.કોઈ અજાણી મહિલા કે વ્યક્તિએ આ નવજાત બાળકને પોતાનું પાપ છુપાવવા કે કોઈ છૂપી રીતે નિકાલ કરવાના ઇરાદે બાળકને ત્યજી દઈ બિનવારસી હાલતમાં મૂકી દેતા બાળક મરણ પામેલ હતું.જેને તરછોડી નાસી ગયા હોવાથી યુનિવર્સિટી પોલીસે અજાણી મહિલા કે વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application