પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહને મંત્રી મંડળમાં તક અપાશે તેવી વાત હતી. પરંતુ તેવું બન્યું નથી. તેમને વિજયભાઈ રૂપાણીના વિશ્વાસુ હોવાની બાબત નડી ગઈ હોવાની પણ ચર્ચા છે. કેબિનેટમાં એક વણિક ચહેરો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હતા એટલે બીજા વણિકને સ્થાન આપવું મુશ્કેલ જ હતું.
સોશિયલ એન્જિનિયરિંગ બેલેન્સ કરવાનો પાર્ટીનો હેતુ
ડો.દર્શિતાબેનને તક ન મળી તેની પાછળનું કારણ સોશિયલ એન્જિનિયરિંગ બેલેન્સ કરવાનો પાર્ટીનો હેતુ હતો. સૌથી મહત્વનું કે હર્ષભાઇને પ્રમોશન આપી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા પાર્ટી હાઇ કમાન્ડએ નિર્ણય લેતા ડો.દર્શિતાબેન શાહનો સમાવેશ થવાની વાતનો છેદ ઉડી ગયો હતો. આ ઉપરાંત જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનો મંત્રી મંડળમાં સમાવેશ થતા સૌરાષ્ટ્રમાંથી ડો.દર્શિતાબેન શાહ સહિત અન્ય કોઇ ધારાસભ્યને સ્થાન મળવાની વાત રહી ન હતી. આમ પણ મંત્રીમંડળમાં ચાર મહિલા સભ્યોનો સમાવેશ કરાયો છે એટલે પાંચમો ચહેરો સમાવવો સંભવ ન બને.