BREAKING NEWS

જેતપુરમાં રાત્રીના ઘરેથી ૧૬ વર્ષની દીકરી લાપતા: પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

  • October 07, 2025 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરના બળદેવધારમાં મહિલાની ૧૬ વર્ષની દીકરી રાત્રિના ઘરેથી નીકળી ગઈ હોય જેની આજ દિવસ સુધી કોઈ ભાળ ન મળતા જેતપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જયારે ભાયાવદરમાં ૧૭ વર્ષની દીકરી ગુમ થઈ જતા તેની પણ કોઈ ભાળ ન મળતા તેમના પિતાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને સગીરાના ભાળ મેળવવા શોધખોળ શરૂ કરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરના બળદેવધારમાં સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાએ પોતાની ૧૬ વર્ષની દીકરી ગુમ થયાની જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ જણાવ્યું હતું કે ગત તા. ૨૯/૦૯ના રોજ તેની દીકરી અને પતિ સાથે અગાસી પર સુતા હતા. અને દીકરો ગરબી જોવા ગયો હતો. તા. ૩૦/૯ ના રોજ વહેલી સવારના ચાર વાગ્યે તેમના પતિએ જગાડી કહ્યું કે દીકરી અહીં નથી. આથી ઘરમાં સુતેલા સાસુ સસરાને જાણ કરતા તેઓએ જણાવ્યું કે રાત્રિના સમયે સાંકળ ખાખવાનો અવાજ આવતા થયું કે દીકરો ઘરે આવ્યો હશે.દીકરાએ પણ જણાવ્યું કે તે રાતે ઘરે આવ્યો ત્યારે દીકરી જાગતી હતી. રાતના બે વાગ્યા સુધી ફોન જોઈને પછી સૂઈ ગયો હતો.મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, દીકરીની બે મહિના પહેલા સગાઈ કરી હતી. દીકરીની આજ દિવસ તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા જેતપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ પોતાની દીકરીને કોઈ લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.


જયારે અન્ય બનાવમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં યુવકે પોતાની ૧૭ વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.યુવકે જણાવ્યું હતું કે, દીકરીને અભ્યાસ બાબતે માતાએ ઠપકો આપતા દીકરીને માઠુ લાગી જતા ઘરેથી ઘરેથી નીકળી ગઈ હોવાથી યુવકે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application