શહેરના ભકિનગર રેલવે સ્ટેશન પાસે ખુલ્લા પ્લોટમાં ગઇકાલે રાત્રીના એક શ્ર્વાનના મોઢામાં બાળક જેવું કંઇક દેખતા જાગૃત નાગરિકે શ્ર્વાનને દૂર કર્યું હતું.બાદમાં જોતા આ ભ્રુણ હોવાનું માલુમ પડયું જેથી તુરંત પોલીસને જાણ કરતા રેલવે પોલીસનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો. ભ્રુણ હાલતમાં હોય જેથી તેને પીએમ માટે મોકલી દેવાયું હતું. અધુરામાસે બાળકનો જન્મ થયા બાદ અહીં નીકાલ કરાયો કે અન્ય કોઇ ઇરાદો તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ અહીંના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. આ ઉપરાંત ભ્રુણનું પીએમ થયા બાદ તેના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે જેના આધારે પોલીસ તપાસ ચલાવશે.
જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે રાત્રીના ભકિતગનર રેલવે સ્ટેશન પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હતું. જે અંગેની જાણ થતા રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એમ.રાણા, પીએસઆઇ બી.જે.જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે અહીં દોડી ગયો હતો. પોલીસે મૃત ભ્રુણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, રાત્રીના અહીં ખાલી પ્લોટ પાસેથી પસાર થઇ રહેલા એક રાહદારીને શ્વાનને મોઢામાં કંઇક શંકાસ્પદ જણાતા તેણે તુરંત શ્વાનને દૂર કરી જોતા આ બાળકનું ભ્રુણ હોવાનું જણાયું હતું. જેથી તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી. મૃૃત હાલતમાં મળી આવેલું ભ્રુણ પાંચ માસનું હોવાનું જણાઇ રહ્યું છે. બાળકને અધુરા માસે જન્મ આપ્યા બાદ તેનો અહીં નીકાલ કરવામાં આવ્યો હોવાની શંકા સેવાઇ રહી છે. તેમછતા ભ્રુણનો નિકાલ કોણે અને કયાં કારણસર કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મૃત ભ્રુણના ડીએનએ સેમ્પલ લેવામાં આવશે તેના આધારે વૈજ્ઞાનિકઢબે પણ તપાસ ચલાવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application