BREAKING NEWS

પેપર લીક વિવાદ વચ્ચે ચર્ચા: ભારતના એવા સફળ શિક્ષણ મંત્રીઓ જેમના સમયમાં ક્યારેય પેપર ફૂટ્યા નથી

  • June 06, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાજેતરમાં દેશમાં વિવિધ પરીક્ષાઓના પેપર લીક થવાનો મુદ્દો ભારે ચર્ચામાં છે. દિલ્હીના જંતર-મંતર ખાતે નવી દિલ્હીમાં આ ગેરરીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. NEET-UG, CBSE, CUET અને SSC-GD જેવી મોટી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ સામે કડક જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ ગંભીર વિવાદ વચ્ચે દેશના ઇતિહાસના એવા પ્રભાવશાળી શિક્ષણ મંત્રીઓ પર નજર કરીએ, જેમના શાસનમાં શિસ્ત અને અતૂટ સુરક્ષાના કારણે ક્યારેય કોઈ પરીક્ષાનું પેપર લીક થયું નહોતું.


મૌલાના અબુલ કલામ આઝાદ:-મજબૂત શિક્ષણનો પાયો
તેઓ આઝાદ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા.તેમનો કાર્યકાળ 1947 થી 1958 સુધીનો રહ્યો હતો.કડક વહીવટી શિસ્તને કારણે ક્યારેય પેપર લીક થયા નહોતા.તેમણે IIT અને UGC જેવી મોટી સંસ્થાઓ સ્થાપી.દેશના શૈક્ષણિક માળખાને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી.તેમણે 14 વર્ષ સુધીના બાળકો માટે મફત શિક્ષણની વકીલાત કરી.મહિલા શિક્ષણ અને ગ્રામીણ સાક્ષરતા પર વિશેષ ધ્યાન આપ્યું.વર્ષ 1956 માં રાષ્ટ્રીય ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ પરિષદ બનાવી


એમ. સી. છાગલા અને પી. વી. નરસિમ્હા રાવ: અતૂટ ગોપનીયતાના પ્રતીક

મહોમદ  કરીમ છાગલા મુંબઈ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા.તેમનો શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યકાળ 1963 થી 1966 સુધીનો હતો.ન્યાયાધીશ હોવાના કારણે તેઓ નિયમોના ખૂબ પાકા હતા.તેમના સમયમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો મોટો વિસ્તાર થયો હતો.પી. વી. નરસિમ્હા રાવે 1985 થી 1988 દરમિયાન આ કાર્યભાર સંભાળ્યો.તેમણે વર્ષ 1986 માં દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરી.તેમના સમયમાં જ જવાહર નવોદય વિદ્યાલયની શરૂઆત થઈ હતી.નવોદયની પ્રવેશ પરીક્ષાઓ અત્યંત સુરક્ષિત રીતે લેવાતી હતી.આ બંને નેતાઓના કાર્યકાળમાં ક્યારેય પરીક્ષાની ગોપનીયતા ભંગ થઈ નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application