પોરબંદર-રાજકોટ વાયા ભાણવડ-લાલપુર લોકલ ટ્રેન કોરોના સમયથી છેલ્લા ૬ વર્ષથી બંધ છે. આ ટ્રેન ભાણવડ અને લાલપુર તાલુકાની જનતા માટે અત્યંત ઉપયોગી હતી અને નિયમિત મુસાફરોનો ભારે ઉપયોગ રહેતો હતો.
ટ્રેન પુન: શરૂ કરવા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હોવા છતાં રેલવે તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. સાંસદ પણ આ બાબતથી વાકેફ હોવા છતાં વિસ્તારની જનતા હજુ પણ આ સુવિધાથી વંચિત છે.તાજેતરમાં રાજકોટ-પોરબંદર અન્ય રૂટ પર લોકલ ટ્રેનો ફાળવાઈ છે, પરંતુ ભાણવડ-લાલપુર રૂટની જૂની લોકલ ટ્રેન શરૂ ન કરવી રેલવે તંત્રનું ઓરમાયું વલણ દર્શાવે છે. વિકાસની વાતો વચ્ચે લાલપુર અને ભાણવડની અવગણના ગંભીર અન્યાય સમાન છે, જો વહેલી તકે લોકલ ટ્રેન શરૂ નહીં કરવામાં આવે તો જનતા નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવશે.