વેરાવળ પાટણ ન.પા.માં ભૂગર્ભ ગટર વેરો નાબૂદ કરવા માગણી
વેરાવળ પાટણ ન.પા.માં ભૂગર્ભ ગટર વેરો નાબૂદ કરવા માગણી
August 17, 2026 12:08 PM
વેરાવળમાં ભુગર્ભ ગટર વેરો રૂા.૨૦૦૦ વસુલવા ચાલુ કરેલ હોય જે અંગે પૂર્વ નગરસેવક દ્રારા આ વેરો સંપૂર્ણપણે નાબૂદ કરી વ્યવસ્થીત પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કર્યા પછી જ તેની અમલવારી કરવાની રજૂઆત કરેલ છે. આ અંગે વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પૂર્વ નગરસેવક આઈ.કે. સિડા (એડવોકેટ) દ્રારા ચીફ ઓફિસર ને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ કે, ભૂગર્ભ ગટર જીયુડીસી મારફતે ગટરની કામગીરી છેલ્લ ા પાંચ સાત વર્ષથી વેરાવળ તેમજ પ્રભાસ પાટણના વિસ્તારને આવરી કરવામાં આવેલ પરંતુ આજદિન સુધી જીયુડીસી મારફતે હજુ પણ અમુક વિસ્તારમાં વોર્ડ નં.૫, ૬, ૧, ૨માં હજી પણ કામગીરી પૂર્ણ થયેલ નથી. આ ભુગર્ભગટરની કામગીરીમાં પંપીંગ સ્ટેશન આજની તારીખે પણ તૈયાર ન હોય અને તેવા સંજોગોમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ચેમ્બરમાંથી ઉભરાય અને બહાર આવે છે.