પ્રભાસપાટણ- સોમનાથ ખાતે દેવસ્થાન પરનું ડિમોલિશન કલેકટરની ખાતરીથી અટકાવાયું
પ્રભાસપાટણ- સોમનાથ ખાતે દેવસ્થાન પરનું ડિમોલિશન કલેકટરની ખાતરીથી અટકાવાયું
May 07, 2026 03:59 PM
પ્રભાસપાટણ સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટની ઓફીસની સામે પ્રાચીન દુધિયાબાપા નાગદેવતાનું ભોપરુ આવેલા છે. જે પ્રભાસપાટણ વેરાવળ સહિત હિન્દુ સમાજનું આસ્થાનું પ્રતિક છે. આ ધર્મસ્થાનને રેવન્યુ વિભાગ દ્વારા મોડી રાત્રે બુલડોઝર ફેરવાતા ભાવિકોમાં રોપ ફેલાવો હતો અચાનક ડીમોલેશનથી સ્થાનિકોમાં આક્રોશ ફેલાયેલો અને મોટી સંખ્યામાં લોકો સ્થળે એકત્રિત થયા હતાં આ ઘટનાની કલેક્ટર એન.વી ઉપાધ્યાયને જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલ હતા અને ઉપસ્થિત લોકોને ખાત્રી આપી અને આ દુધીયાબાપા નાગદેવતાના સ્થળની જાળી તાડી નાખવામાં આવેલ તેને ફરીથી રીપેરીંગ કરવામાં આવશે અને આ ભુલ તંત્રની છે તેનો સ્વીકાર કરવામાં આવેલ. આ ઘટનાની જાણ થતાં પ્રભાસપાટણના એડવોકેટ કમલેશભાઈ બામણીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી કલેકટરને જણાવ્યું કે દુધીયાબાપા નાગદેવતા પ્રાચીન ભોંયરુ આવેલા છે જે વેરાવળ પ્રભાસપાટણ સહિતના લોકોના આસ્થાનું પ્રતિક છે. આ જગ્યાએ શ્રાવણ માસમાં નાગપંચમીના દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે તેમજ લગ બાદ વરવધુ દુધીયાબાપા નાગદેવતાના દર્શને પધારે છે અને કલેકટર દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે આ ધાર્મિક જગ્યાનું ડિમોલેશ નહી કરવામાં આવે અને જે ઉપરની જાળી તોડવામાં આવેલ છે તે રીપેરીંગ કરવામાં આવશે. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થતાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી.