BREAKING NEWS

કૈલાસનગરમાં ડિપ્રેશનમાં રહેતી 24 વર્ષીય યુવતીનો આપઘાત

  • December 13, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આત્મહત્યાના વધતા બનાવ વચ્ચે વધુ એક યુવતીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી, પરિવાર પ્રસંગમાં ગયો હતો ત્યારે પાછળથી પગલું ભરી લીધું હતું. યુવતી સતત ડિપ્રેશનમાં રહેતી હોવાથી અગાઉ પણ બે વખત આપઘાતના પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પાછળ આવેલા કૈલાસનગર શેરી નંબર-2માં રહેતી જીલબેન જયંતભાઈ રાજપરા (ઉ.વ.24)ની યુવતીએ ગઈકાલે ઘરે એકલી હતી ત્યારે શ્વાનને બાંધવાની સાંકળ બારીમાં બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો પ્રસંગમાં ગયા હોય પરત આવી દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તાકીદે 108ને જાણ કરતા 108ની ટિમ સ્થળ પર પહોંચી ઈએટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.


આપઘાત કરનાર જીલ બે બહેનમાં મોટી હતી અને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો. પિતા સોની કામ કરે છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી દીકરી કોઈ સાથે બરાબર બોલતી નહતી, આઠેક મહિના પહેલા પણ ફિનાઈલ અને ઘઉંમાં નાખવાના ટીકડા પી બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સતત ડિપ્રેશનમાં રહેતી હતી. ગઈકાલે અમે પ્રસંગમાં ગયા હતા ત્યાં પોતે આવવાની ના પાડી હતી અને ઘરે એકલી હતી ત્યારે પાછળથી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application