સરકારી નોકરીમાં સામાન્ય રીતે 8 થી 10 વર્ષે પ્રમોશન મળી જતા હોય છે પરંતુ શિક્ષણ વિભાગના એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોના પ્રમોશનના પ્રશ્ને હાઇકોર્ટમાં અલગ અલગ તબક્કે કરવામાં આવેલી 56 જેટલી રીટ પેન્ડિંગ પડી છે અને તેના કારણે છેલ્લા ૧૩ વર્ષથી પ્રમોશન અટકી પડ્યા હતા. આખરે શિક્ષણ વિભાગે હાઇકોર્ટના હુકમના અને ચુકાદાના આધારે શરતી હુકમો બઢતી માટે કર્યા છે. કુલ 159 અધ્યાપકોને પ્રમોશનના હુકમો કરવામાં આવ્યા છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છના 40 થી વધુ અધ્યાપકો છે.
જુદી જુદી ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવતા વર્ગ ૨ ના અધ્યાપકોને વર્ગ એકમાં પ્રમોશન આપવામાં આવ્યા છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રમોશન ભાવનગર અને મોરબીના અધ્યાપકોને મળ્યા છે. 13 વર્ષ પછી પ્રમોશનના ઓર્ડર નીકળ્યા છે અને તેમાં અમુક અધ્યાપકોને તો 15 -20 વર્ષની નોકરી પછી બઢતી મળી છે. સરકારે છેલ્લે 2012માં ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રમોશનનો આપ્યા હતા. પ્રમોશનનો નિર્ણય લેવામાં મોડું થઈ જતા અમુક કિસ્સામાં અધ્યાપકોને 15 -20 વર્ષે પ્રમોશન મળ્યા છે તો અમુક કિસ્સામાં થોડા વર્ષો પહેલા જ સરકારી નોકરીમાં જોડાયેલા અધ્યાપકોને પણ પ્રમોશનનો લાભ મળ્યો છે.
ભાવનગરમાં મહેશભાઈ ભટ્ટી હરેશભાઈ ગાંધી મેહુલભાઈ જાજલ મનીષભાઈ પટેલ પારસપુરી ગોસાઈ ઉમંગ શાહ રાકેશ પટેલ આશિષ પ્રજાપતિ એ એન પ્રજાપતિ જે એચ પંડિત રીટા કે જાની અભય કુન્તે એમ જે વોરા એચ.એસ ત્રીવેદી વગેરેની બદલીઓ કરવામાં આવી છે.
આ ઉપરાંત પ્રમોશનના લિસ્ટની વાત કરીએ તો ભાવનગરના ડીજે જાની જે ડી ત્રિવેદી વીપી ગોહિલ પી બી ત્રિવેદી મેહુલ મહેતા એસ.જે દોશી કેતન વાઘોશી સંજય ઝાલા એ બી પરમાર એન બી ગોહિલ એચ. જી. વ્યાસ નિશાદેવી જાડેજા આનંદ કાલાણી એચ. જી. ચોથાણી વગેરેનો સમાવેશ થાય છે.
રાજકોટના આરડી મહેતા એચપી કોરીંગા નમ્રતા લાંઘણોજા એમ જે પટેલ ડીજે મકવાણા કે કે કાનાણી ડીડી પંડ્યા હાર્દિક માકડીયા એચ કે મોલીયા એમડી ટીટીયા ડી આર કેરાડીયા અને પ્રવીણ માંડણકાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મોરબીના એચડી લોરીયા સેજલ કરકર આશિષ બલદાણીયા ગિરીશ વેગડ એન જે ભટ આર ડી ભાગીયા હિતાર્થ બુચ કે કે દુદાણી ને પ્રમોશન આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech