BREAKING NEWS

"મને દાઢીવાળા લોકોથી બહુ બીક લાગે: ધનખરના નિવેદનથી ભડકો

  • February 27, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર તેમના ગૃહ રાજ્ય રાજસ્થાનના ચુરુ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે ભૂતપૂર્વ સાંસદ રામ સિંહ કાસવા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કમલા કાસવાના ઘરની મુલાકાત લીધી. દરવાજા પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન, તેમણે મજાકમાં એક ગામલોકને એવી સૂચક ટકોર કરતા કહ્યું કે તેમની દાઢી ન હોય તે સારું છે.દાઢીવાળા લોકોને જોતાં મને ડર લાગે છે. જો કે, તેઓ મજાક કરી રહ્યા હતા અને હસતા હતા પરંતુ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું દાઢી વિશેનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં લોકો વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

ધનખરેના દાઢી વિશેના નિવેદનની રાજકીય વર્તુળોમાં ખાસ ચર્ચા થઈ રહી છે. કેટલાક તેને સામાન્ય બાબત કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તેમણે તેનો ઉપયોગ દાઢી રાખનારા લોકોના ચોક્કસ જૂથને નિશાન બનાવવા માટે કર્યો છે.કેટલાક વિપક્ષી સભ્યોએ લખ્યું કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમના પક્ષના એવા વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે જેઓ દાઢી રાખે છે.

ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા પછી તેઓ પહેલીવાર ચુરુના સાદુલપુરની મુલાકાતે હતા. જ્યારે તેમની સાદગીની ચર્ચા થઈ રહી છે, ત્યારે તેમની દાઢી વિશેના તેમના નિવેદનની પણ હેડલાઇન્સ બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application