'ધુરંધર’ ઓટીટી પર આવી, પરંતુ કટ અને સેન્સરિંગથી ફેન્સ નારાજ
'ધુરંધર’ ઓટીટી પર આવી, પરંતુ કટ અને સેન્સરિંગથી ફેન્સ નારાજ
January 30, 2026 11:35 AM
બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ હવે દર્શકો માટે ઓટીટી પર રજૂ કરવામાં આવી છે. સિનેમાઘરોમાં સફળતા બાદ લોકો ખુશીથી આ ફિલ્મ ઘેર બેઠા જોવા આતુર હતા, પરંતુ ઓટીટી પર આવેલી ફિલ્મ જોઈને ઘણા દર્શકોને નિરાશા થઈ છે.દર્શકોનું કહેવું છે કે ઓટીટી પર બતાવવામાં આવેલી ફિલ્મમાં અનેક દ્રશ્યો અને સંવાદો કાપી નાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ સંવાદો બંધ કરી દેવામાં આવ્યા છે તો કેટલીક દ્રશ્યો સંપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યા છે. કુલ મળીને ફિલ્મમાંથી આશરે નવ મિનિટ જેટલો ભાગ ઓછો થયો હોવાનું માનવામાં આવે છે.આ બાબતને લઈને દર્શકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કારણ કે ‘ધુરંધર’ ફિલ્મ માત્ર પુખ્ત વયના દર્શકો માટે બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં ફિલ્મને કાપીને રજૂ કરવાની જરૂર શા માટે પડી, તે અંગે લોકો ચર્ચા કરી રહ્યા છે. ઘણા દર્શકોનું કહેવું છે કે કાપછાંટના કારણે ફિલ્મની અસર અને રસમાં ઘટાડો થયો છે.
ફિલ્મ રજૂ થતાની સાથે જ લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા દર્શકો કહે છે કે તેઓ સિનેમાઘરમાં જોઈેલી મૂળ ફિલ્મ ફરી જોવા માગતા હતા, પરંતુ ઓટીટી પર મળેલી ફિલ્મથી તેમની અપેક્ષા પૂરી થઈ નથી.આ સમગ્ર મામલે ફિલ્મના નિર્માતાઓ અથવા મંચ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. હવે જોવાનું રહ્યું કે આગળ જઈને દર્શકોને કાપછાંટ વગરની ફિલ્મ જોવા મળશે કે નહીં.