પૂર્વ કચ્છના ઝડપી શહેરી અને ઔધોગિક વિકાસ વચ્ચે વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો, પડકારો અને ભવિષ્યલક્ષી આયોજન અંગે સીધો અને રચનાત્મક સંવાદ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા ચેમ્બર ભવન ખાતે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વેપાર, ઉધોગ, સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ, ચેમ્બરના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વીજ વ્યવસ્થાને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલ્લ ી અને હકારાત્મક ચર્ચા થઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તેજા કાનગડે પીજીવીસીએલના કોર્પેારેટ ઓફિસ (ટેક) રાજકોટના ચીફ એન્જિનિયર (ઇન્ચાર્જ) એ.એસ. ચૌધરી, ગાંધીધામ ડિવિઝનના ઇન્ચાર્જ એકિઝકયુટિવ એન્જિનિયર કે.એ. ઓઝા, અંજારના ડેપ્યુટી એન્જિનિયર એન.કે. શ્રીમાળી, ભચાઉ ડિવિઝનના ઇન્ચાર્જ એકિઝકયુટિવ એન્જિનિયર જે.એ. જુણેજા, અંજાર સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એન.કે.શ્રીમાળી, આદિપુર સબ–ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પટેલ, રામબાગ ઓફિસના જુનિયર એન્જિનિયર એ.એસ. રંગવાણી સહિત તમામ અધિકારીઓનું ઉષ્માભયુ સ્વાગત કયુ હતું.
સ્વાગત વકતવ્ય દરમિયાન પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ગાંધીધામઆદિપુર સંકુલ આજે ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા શહેરી અને ઔધોગિક વિસ્તારોમાં સ્થાન ધરાવે છે. વધતી વસતિ, વિસ્તરતા રહેણાંક વિસ્તાર અને સતત વિસ્તરતા વેપાર–ઉધોગોને ધ્યાનમાં લેતા ગુણવત્તાસભર અને અવરોધમુકત વીજ પુરવઠો સમયની જરિયાત બની ગયો છે. તેમણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, સ્માર્ટ મીટર સ્થાપન, વીજ વિક્ષેપ ઘટાડવા અને ગ્રાહકલક્ષી સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા માટે પીજીવીસીએલ દ્રારા હાથ ધરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સાથે ગાંધીધામ ખાતે સંપૂર્ણ સ અર્બન સબ–ડિવિઝનની લાંબા સમયથી ચાલી રહેલી માંગને પ્રાથમિકતાના ધોરણે મંજૂરી આપવા રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તેનાથી નાગરિકો, વેપારીઓ, ઉધોગકારો અને વિભાગને પણ સીધો લાભ થશે તથા ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે નવી દિશા ખુલશે.
ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખે મીઠી રોહર વિસ્તારમાં વારંવાર થતા વીજ વિક્ષેપનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર મુખ્યત્વે કોમર્શિયલ ઝોન છે અને દિવસ દરમિયાન અનેક વખત વીજ પુરવઠો ખોરવાતા વેપારિક પ્રવૃત્તિઓ પર સીધી અસર થાય છે. તેમણે ભવિષ્યમાં ફોલ્ટ ન સર્જાય તેવું આગોતં આયોજન કરવા અને વિક્ષેપમુકત વીજ વ્યવસ્થા ઊભી કરવા આગ્રહ વ્યકત કર્યેા હતો.
ચૌધરીએ જણાવ્યું હતું કે, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેકટ માટે આશરે ૧૮ મહિનાનો સમયગાળો નિર્ધારિત છે, તેમ છતાં કોઈ કારણસર વિલબં સર્જાય તો પણ માર્ચ–૨૦૨૭ સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરી કાર્યરત કરવામાં આવશે. તેમણે નવી ટેકનોલોજી આધારિત ટ્રાન્સફોર્મર ડિસ્ટિ્રબ્યુશન બોકસની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમય સાથે વીજ વ્યવસ્થામાં આધુનિકતા લાવવી અનિવાર્ય છે. સ્માર્ટ મીટર અંગે તેમણે સ્પષ્ટ્રતા કરી હતી કે તે, ગ્રાહકોને વાસ્તવિક વીજ વપરાશની પારદર્શક માહિતી આપતું અત્યતં ઉપયોગી સાધન છે અને તેને લઈને સમાજમાં રહેલી શંકાઓ દૂર કરવાની જર છે