BREAKING NEWS

ઓસ્ટ્રેલિયામાં શોધાઈ જુવાન રાખવાની ડાયેટઃ વધતી ઉંમર પર બ્રેક, વજન ને કોલેસ્ટ્રોલ પણ ઘટ્યા, જાણો વિગતવાર

  • September 30, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના સંશોધકોએ એક એવી ડાયેટ શોધી કાઢી છે જે ફક્ત ચાર અઠવાડિયામાં શરીરની જૈવિક ઉંમર (બાયોલોજિકલ એઇજ) ઘટાડી શકે છે. જર્નલ 'એજિંગ સેલ' માં પ્રકાશિત થયેલા આ શોધની આગેવાની ડૉ. કેટલિન એંડ્રુઝ દ્વારા કરવામાં આવી હતી. આ રિસર્ચ હેઠળ 65 થી 75 વર્ષની વ્યાયામ ઉંમર ધરાવતા 104 વરિષ્ઠ નાગરિકોને ચાર અલગ-અલગ ડાયેટ પર રાખવામાં આવ્યા હતા. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય વજન ઘટાડવાનો નહોતો, પરંતુ તે છતાં 94 ટકા સહભાગીઓનું વજન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ રહી કે હાઈ-કાર્બવાળી ડાયેટનું પરિણામ સૌથી શ્રેષ્ઠ રહ્યું, જેણે જૈવિક ઉંમરને સૌથી વધુ પાછળ ધકેલી દીધી હતી.   

ચાર ડાયેટના પરિણામો અને વૈજ્ઞાનિક વિશ્લેષણની વાત કરીએ તો પહેલી ડાયેટ ઓમ્નિવોર્સ હાઈ-ફેટ (ઓએચએફ) કે જેમાં માંસ-પ્રધાન અને વધુ વસાવાળી હતી, જેમાં જૈવિક ઉંમરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો ન હતો. બીજી ડાયેટ ઓમ્નિવોર્સ હાઈ-કાર્બ (ઓએચસી) કે જેમાં 14 ટકા પ્રોટીન, 28-29 ટકા ફેટ અને 53 ટકા કાર્બ્સ સામેલ હતા, જેનાથી ઉંમર સરેરાશ સાડા ત્રણ વર્ષ ઘટી હતી. ત્રીજી ડાયેટ સેમી-વેજ હાઈ-ફેટ (વીએચએફ) કે જેમાં માંસની જગ્યાએ દાળ, સોયા અને મેવા તથા વધુ વસાનો સમાવેશ કરાયો હતો, જેનાથી ઉંમર સરેરાશ ત્રણ વર્ષ ઘટી હતી.   ચોથી ડાયેટ સેમી-વેજ હાઈ-કાર્બ (વીએચસી) કે જેમાં માંસના બદલે દાળ, સોયા અને મેવા સાથે વધુ કાર્બ્સવાળી આ ડાયેટથી પણ ઉંમર સરેરાશ ત્રણ વર્ષ ઘટી હોવાનું નોંધાયું છે.   

ડૉ. એંડ્રુઝના જણાવ્યા અનુસાર, ઓએચએફ ગ્રૂપનું વજન ઘટ્યું પરંતુ તેમની જૈવિક ઉંમર બદલાઈ ન હતી, જે દર્શાવે છે કે માત્ર વજન ઘટવું પૂરતું નથી પરંતુ ડાયેટની ગુણવત્તા પણ ખૂબ મહત્વ ધરાવે છે. શિકાગોના ડૉ. થોમસ હૉલેન્ડના મતે, આ પરિણામો ઓછા નમક, ઓછા પ્રોસેસ્ડ ફૂડ અને વધુ ફાઈબરને લાંબી ઉંમર સાથે જોડતા અગાઉના સંશોધનો સાથે પૂરેપૂરા મેળા ખાય છે. આટલી ઝડપથી શારીરિક બદલાવ જોવા મળતા સંશોધકો પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પરિવર્તનની સ્થાયી અસર જાણવા માટે ભવિષ્યમાં હજુ વધુ રિસર્ચ કરવાની આવશ્યકતા છે.   

તમામ ચાર પ્રકારની ડાયેટમાં દૂધ અને દહીંનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે નાસ્તામાં મ્યુસલી અને યોગર્ટ-આમ લેવામાં આવતું હતું. સેમી-વેજ ડાયેટમાં માંસના સ્થાને દાળ, સોયા, સૂકા મેવા અને વનસ્પતિજન્ય બીજનો ઉપયોગ કરાયો હતો.  આ ઉપરાંત, સમગ્ર આહાર યોજનામાં સાબુત અનાજ, તાજા ફળો, લીલા શાકભાજી અને ઓછા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થોના સેવન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application