અકલ્પનિય તફાવતઃ રેસકોર્સનું તાપમાન ૩૪.૬૯ ડિગ્રી અને લીલાછમ્મ પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારનું ૪૭.૪૪ ડિગ્રી, રાજકોટનું કલાઇમેટ ચેન્જ?

  • May 02, 2025 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં દર વર્ષે અગાઉના વર્ષેાની તુલનાએ ઓછી ઠંડી, વધુ ગરમી અને રેકોર્ડબ્રેક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજકોટવાસીઓમાં એવી ચર્ચા થઇ રહી છે કે રાજકોટનું કલાઇમેટ ઝડપભેર ચેન્જ થઇ રહ્યું છે કે શું ? દરમિયાન ગઇકાલે તો શહેરના મહત્તમ તાપમાનમાં એક અકલ્પનિય ફેરફાર જોવા મળ્યો જેમાં બે વિસ્તારોના મહત્તમ તાપમાન વચ્ચે ૧૨.૭૫ ડિગ્રીનો આશ્ચર્યજનક તફાવત નોંધાયો હતો.


મહાપાલિકાની આ માયાજાળ કયારેય સમજાતી નથી

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આઇવે પ્રોજેકટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મુકાયેલા સીસીટીવી કેમેરાના સેન્સરમાં ઠંડી, ગરમી અને વરસાદ માપવાની વ્યવસ્થા છે જેમાં ગઇકાલે બપોરે ચાર કલાકે રેસકોર્સ વિસ્તારનું મહત્તમ તાપમાન ૩૪.૬૯ ડીગ્રી નોંધાયું હતું, યારે પ્રધુમન પાર્ક ઝૂ વિસ્તારનું મહત્તમ તાપમાન ૪૭.૪૪ ડીગ્રી નોંધાયું હતું. આ બન્ને વિસ્તારના મહત્તમ તાપમાન વચ્ચે ૧૨.૭૫ ડિગ્રીનો તફાવત નોંધાયો હતો , સામાન્ય રીતે આટલો તફાવત જવલ્લે જ જોવા મળતો હોય છે.


અલબત્ત અહીં સો મણનો સવાલ એ છે કે તાપમાનમાં આટલો તફાવત કેમ છે ? શું મહાપાલિકાના સીસી કેમેરાના સેન્સર સર્વિસ માંગે છે કે પછી ખરેખર રાજકોટ પર્યાવરણીય અસંતુલન તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે..? એકંદરે રાજકોટના નાગરિકોને તાપમાન મામલેની મહાપાલિકાની આ માયાજાળ કયારેય સમજાતી નથી


કલાઇમેટ ચેન્જના અભ્યાસના નામે રાજકોટમાં યુએસની એજન્સી શું ફીફાં ખાંડે છે? જાહેર કરો

રાજકોટ મહાનગરપાલિકા ની સેન્ટ્રલ ઝોન કચેરીમાં અગાઉ યાં આગળ વિપક્ષ કાર્યાલય કાર્યરત હતું તે કાર્યાલય માં યુએસની એજન્સી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રાજકોટમાં થઈ રહેલા કલાઈમેટ ચેન્જનો અભ્યાસ કરી રહી છે પરંતુ આ જ દિવસ સુધી તેણે શું અભ્યાસ કર્યેા તેની કોઈ વિગત એજન્સીએ કે મહાપાલિકા તંત્રએ જાહેર કરી નથી. તો હવે આ એજન્સી એ બધં બારણે બેસીને કરેલા અભ્યાસની વિગતો જાહેર કરે તો રાજકોટમાં પર્યાવરણીય તફાવતો કેમ આવી રહ્યા છે તેની વિગતો સામે આવી શકે તેમ છે. આ એજન્સી અભ્યાસ કરીને તેના તારણો કોને સબમીટ કરે છે તે પણ આજ દિવસ સુધી સામે આવ્યું નથી.

મ્યુનિ.સેન્સરમાં નોંધાયેલું એરિયાવાઇઝ તાપમાન

  • પારેવડી ચોક- ૪૨.૯૧
  • ઇસ્ટ ઝોન ઓફિસ- ૪૩.૮૪
  • રેસકોર્સ- ૩૪.૬૯
  • કોઠારીયા- ૪૪.૮૧
  • મહિલા કોલેજ ચોક- ૪૪.૪૧
  • જડૂસ ચોક- ૪૨.૪૩
  • મોરબી રોડ- ૪૩.૩૨
  • દેવપરા- ૪૩.૬૧
  • અટીકા- ૪૨.૮૦
  • રેલવે સ્ટેશન- ૪૨.૬૪
  • ત્રિકોણ બાગ- ૪૫.૨૮
  • કોર્પેારેશન ચોક- ૪૪.૨૭
  • જામ ટાવર ચોક- ૪૩.૯૫
  • રામદેવપીર ચોક- ૪૧.૪૬
  • સોરઠીયા વાડી- ૪૨.૯૪
  • નાના મવા ચોક- ૪૪.૪૭
  • પ્રધુમન પાર્ક ઝૂ- ૪૭.૪


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application