પરમ પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વએ રાજકોટ મહાનગરપાલિકાએ પાણીકાપની ભેટ આપી છે, આગામી તા.૩૦ ઓગસ્ટને રવિવારે વોર્ડ નં.૭, ૧૪ અને ૧૭ તેમજ તા.૧ સપ્ટેમ્બરને મંગળવારે વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩માં કાપ ઝીંક્યો છે. પાઈપલાઈન જોડાણના કારણોસર પાણીકાપ મૂકવામાં આવ્યો હોવાનું મ્યુનિ.ઇજનેરોએ જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં બીજી વખત પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે, અગાઉ ગત પખવાડિયે શ્રાવણી સોમવારે પાણીકાપ ઝીંક્યો હતો.
મ્યુનિ.ઇજનેરોના જણાવ્યા મુજબ, ભાદર યોજનાના ગોંડલ પમ્પીંગ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ મશીનરી ઓગ્મેનટેશન કામગીરી સબબ મશીનરીનું નવી ૯૦૦ એમ.એમ. હેડર લાઈન સાથે જોડાણ કરવાનું હોવાથી તા.૩૦.૮.૨૦૨૬ને રવિવારના રોજ સેન્ટ્રલ ઝોન હસ્તકના ગુરુકુળ હેડવર્કસ આધારિત ઢેબર રોડ સાઈડના વોર્ડ નં.૭ (પાર્ટ), ૧૪ (પાર્ટ) અને ૧૭ (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
ઇજનેરોએ ઉમેર્યું હતું કે, જ્યારે આજીથી મવડી તરફ જતી ૯૦૦ એમ.એમ. સાઈઝની મેઈન લાઈન સાથે નવી ૧૦૧૬ એમ.એમ. ડાયા પાઈપલાઈન જોડાણની કામગીરી સબબ તા.૧.૯.૨૦૨૬ને મંગળવારના રોજ મવડી હેડવર્કસ આધારિત સવારના વિસ્તારો વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧(પાર્ટ), વોર્ડ નં.૧૨ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં શટડાઉન હોવાથી પાણી વિતરણ બંધ રહેશે.
આગામી તા.૩૦ ઓગસ્ટને રવિવારના રોજ જે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તેમાં વોર્ડ નં.૭ (પાર્ટ)ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર, જૈન ચાલ, વોર્ડ નં.૧૪ (પાર્ટ)માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ધર્મજીવન, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની, માસ્તર સોસાયટી, મીલપરા, મયુર પાર્ક, પુજારા પ્લોટ, આનંદનગર, મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક તેમજ વોર્ડ નં.૧૭ (પાર્ટ)માં નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
જ્યારે તા.૧ સપ્ટેમ્બરને મંગળવારે વોર્ડ નં.૮માં રામધામ, ન્યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક, વોર્ડ નં.૧૦માં જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-૧, સત્યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસાયટી, વોર્ડ નં.૧૧માં ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન ,વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસાયટી, મવડી ગામ, પ્રગટેશ્વર, વ્રજ ભૂમિ, વોર્ડ નં.૧૨માં ગીરનાર સોસાયટી, વિનાયક નગર, શ્રીનાથજી સોસાયટી, ઉદય નગર, ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્ણુ નગર, જલજિત સોસાયટી, સાંઇ સોસાયટી, જલારામ નગર, મધુરમ સોસાયટી, ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસા., ઇગલ રેસી. સુખસાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમૃત વાટિકા લક્ષમન જૂલા, આસ્તા રેસી. ભવાની નગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર વિગેરે વિસ્તારો તેમજ વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર, ખોડીયાર નગર, વિશ્વકર્મા સોસાયટી અને ગોકુલનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.