જંગલેશ્વરમાં આજરોજ ઐતિહાસિહ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૦૦ થી વધુ મકાનો હટાવવામાં આવનાર છે. ગેકરાયદે દબાણો ધ્વંશ કરી દેવાયાની કામગીરી વચ્ચે માનવતા અડીખમ રહી હતી. રાજકોટના સેન્ડી ગ્રુપના હરિસિંહ સુચરીયાએ 5,000 ફૂડ પેકેટ, 5000થી વધુ પાણીની બોટલ વહેંચી. ખાસ આ વિસ્તારના અસરગ્રસ્ત લોકોને ગોગીયા એન્ડ સન્સ ગ્રુપ દ્વારા 1.11 લાખ અને હરિસિંહ સુચરીયા દ્વારા 50,000ની રોકડ સહાય પણ કરવામાં આવી. અસરગ્રસ્ત લોકો પૈકી જે લોકોને જરૂરિયાત હોય તેવા લોકોને મદદ કરવામાં આવશે.કોરોના સમયે પણ હરિસિંહે અન્નક્ષેત્ર શરૂ કરી માનવતાનુ કામ કર્યું હતું.
રમકડા અને યાદો બંને અહીં જ રહી ગયા
જંગલેશ્વરમાં નદી કાંઠા પરના દબાણો પર ઓજરોજ સવારથી જ બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ ઐતિહાસિક ડિમોલિશન વચ્ચે કેટલાક લાગણીસભર અને હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. ખાસ કરીને એક પરિવાર પોતાની યાદો સમેટી મકાન ખાલી કરી ઉતાવળમાં ચાલ્યો હતો. પરંતુ તેમનો કેટલોક સામન સાથે લેવાનું રહી ગયું હતું.જેમાં ખાસ કરીને બાળકોના રમકડા જોઇ એવું તાદર્શ થતુ હતું કે આ પરિવાર રમકડાની સાથે પોતાની કેટલીક યાદો પણ આ જ ઘરમાં છોડીને ભારે હૈયે જતો રહ્યો હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application