ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે વિગત નહિ આપીને જિલ્લા સહકારી રજિસ્ટ્રાર ઉમેદવારો અને આગેવાનોને મૂર્ખ બનાવે છે તેમ યુવરાજસિંહ જાડેજાએ જિલ્લા સહકારી રજિસ્ટ્રારને પુન: આવેદન પાઠવતી વેળાએ જણાવ્યુ હતુ.
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં થોડા સમય પહેલા થયેલી ભરતીમાં થયેલી ગેરરીતિનો તપાસ રિપોર્ટ આપવામાં આવે અને ક્યા ક્યા વિષય વસ્તુ ઉપર તપાસ કરવામાં આવી રહી છે તેની વિગતવાર માહિતી આપવાની માંગ આવેદન પાઠવી યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ કરી હતી.
આવેદનમાં જણાવાયુ છે કે આજથી અંદાજિત ૨૦ દિવસ અગાઉ ૨૫-૩-૨૦૨૫ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો- ઓપરેટિવ બેંકની કલાર્કની ભરતીમાં ગેરરીતિ થયા હોવાની વાત આધાર પુરાવા સાથે કરેલ ત્યારે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટારના ઉપસ્થિત પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે તપાસ કમિટી નીમી છે તપાસ ચાલુ કરી છે તો આજે અમે જાણવા આવ્યા છીએ તપાસ ક્યાં પહોંચી છે અને તપાસ ક્યા વિષય વસ્તુ ઉપર થઈ રહી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવે અને તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે.
ભૂતકાળમાં રજૂઆત કરવા આવેલ તે સમયે અમો દ્વારા કલાર્કની ભરતીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના માર્ક્સ અને મેરીટ યાદી માંગવામાં આવેલ જે ગોપનીયતા નામ હેઠળ આપવામાં આવેલ નથી, પરંતુ અમે ફરી કહીએ છીએ કે આ ભરતી બોર્ડના નિયમોનું ઉલ્લંઘન છે આ યાદી તે જ સમયે પાસ અને ફેલ થયેલા ઉમેદવારોની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવી જોઈએ તો તે શા માટે કરવામાં આવેલ નથી ? ક્યા ઠરાવ અંતર્ગત ફક્ત કલાર્કની ભરતીમાં વય મર્યાદા બદલાવ કરવામાં આવેલ ? તે ઠરાવની નકલ આપવામાં આવે.ગુજરાતની કોઈપણ ભરતી હોય અને નોટિફિકેશન આવે ત્યારે સિલેબસ જોડે જ આવતો હોય છે તો આ ભરતીમાં સિલેબસ કેમ પ્રસિદ્ધ કરવામાં ન આવેલ ?
અગાઉની અમારી પ્રેસ કોન્ફરન્સમાં નામ જોગ આરોપ મૂક્યા હતા આજે તે તમામ ઉમેદવાર ગેરરીતિથી ભાવનગરની અલગ અલગ બ્રાન્ચમાં નોકરી કરી રહ્યા હોવાની અમારા અંગત સૂત્રોના માધ્યમથી માલુમ પડયુ છે.આ અંગે સત્વરે તપાસની વિગત આપવા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech