૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં જેસર ખાતેનાં બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી ની રાહબરી હેઠળ બ.ગો. મહેતા વિદ્યાલય જેસર ખાતે યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લા કલેકટરનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. નિવાસી અધિક કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/ અધિકારીઓ, પત્રકારો, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, મહુવા પ્રાંત અધિકારી ઈશિતા મેર, ઇ.ચા. તળાજા મામલાદાર કિરણભાઈ ગોહિલ સહિતનાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે મનપા દ્વારા એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલી શાળામાં ધ્વજવંદન કરાશે. ભાવનગર મહાનગરપાલિકા ધ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તા.૨૬મી જાન્યુઆરી-૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૯-૩૦ કલાકે અટલ બિહારી બાજપાઈ પ્રા.શાળા નં. ૩૮, એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, પાનવાડી ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડ વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાનુભાવોઓ, પદાધિકારીઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech